જમ્યા બાદ તરત પાણી પીવો છો? અત્યારે જ છોડી તો એ ટેવ, નહીં તો પેટની 5 સમસ્યાઓ સર્જાશે
Updated: Nov 8th, 2023
નવી મુંબઇ,તા.8 નવેમ્બર 2023, બુધવાર
પાણી આપણા શરીર માટે જરૂરી છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે, જમ્યા બાદ તરત પાણી ન પીવું જોઈએ પરંતુ એ પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતું હશે. આયુર્વેદ મુજબ જમ્યા પછી પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. જમ્યાના 40 મિનિટ પહેલાં અથવા જમ્યાના એક થી બે કલાક પછી પાણી પીવું જોઈએ.
શા માટે જમ્યાના તુંરત પાણી ન પીવુ જોઇએ?
ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે. પાણી પીવાથી પેટમાં રહેલું એસિડ પાતળું થઈ જાય છે, જેનાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે. તેનાથી ગેસ, પેટ ફૂલવું, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જમ્યાના 40 મિનિટ બાદ પાણી પીવું એ કોઈ નવી વાત નથી પરંતુ ખૂબ કારગર નુસખો છે.પાણી પીવાથી પેટમાં રહેલું એસિડ પાતળું થઈ જાય છે, જેનાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે. તેનાથી અપચો અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
આ સિવાય પાણી પીવાથી પેટમાં હાજર એસિડ પાતળું થવાના કારણે, પેટમાં એસિડિટી વધારી શકે છે. જેના કારણે પેટમાં બળતરા અને ફોલ્લા જેવી સમસ્યા થઈ શકે છે.
પાણી પીવાથી પેટમાં હાજર ખોરાક અને હવા વચ્ચેનું મિશ્રણ પાતળું થઈ જાય છે, જેનાથી પેટમાં ગેસ બનવાની શક્યતા વધી જાય છે. તેનાથી પેટ ફૂલવું, દુખાવો અને પરેશાની જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આયુર્વેદનાં ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષક તત્વોને પચવા માટે સમય આપવો જોઈએ. જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી. જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટિક એનર્જી ઓછી થાય છે. જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી. અને આ કારણે પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ સર્જાય છે.