જૂના ટૂથબ્રશને ફેંકતા પહેલા જાણી લો આટલું
જો તમે બગડેલા ટૂથબ્રશને ફેંકવાનું વિચારતા હોવ તો એમ કરવાને બદલે એને રિસાયકલ કરીને વાપરી શકો છે. આજે અમે તમને જણાવીશુ કે જૂના બ્રશનો ઉપયોગ મેડિક્યોર- પેડીક્યોર ઉપરાંત નખ સાફ કરવા માટે કરી શકાય.
હોઠ પરની મૃત ત્વચા દૂર કરવા
હોઠ પરની ડેડ સ્કીન દૂર કરવા માટે ટૂથબ્રશ વાપરી શકાય. એનાથી હોઠ નરમ અને ગુલાબી થઇ જશે. આ પ્રયોગ તમે રોજ બ્રશ કર્યાં પછી કરી શકો છો. કાંસકો સાફ કરવા માટે પણ કબ્રશ વાપરી શકાય. હેરડ્રાયર પણ બ્રશથી સાફ કરી શકાય છે.
વાળને હાઈલાઈટ કરવા માટે
જો તમે વાળમાં કલર કરતાં હોવ તો અને ખાસ કરીને હાઈલાઇટ કરવા માટે ટૂથબ્રશ બેસ્ટ ઓપ્શન છે. વાળને ટાઇટ પકડી રાખો અને બ્રશને કલરમા ડૂબાડીને ઉપરથી નીચે તરફ લગાવો. આમ કલર કરીને તમે પૈસા અને સમય બંનેની બચત કરી શકો છો. મૂંછને કલર કરવા માટે ટૂથબ્રશ બેસ્ટ છે. તેનાથી રંગ સ્કીનને ચોંટતો નથી.
ઘરેણાં સાફ કરવા
ટૂથબ્રશથી ઘરેણાં સરસ સાફ થાય છે. તેના દાંતાથી ડિઝાઈનમાં ફસાયેલો કચરો પણ નીકળી જાય છે. જૂના ઘરેણાં ચમકાવવાનો આ સસ્તો રસ્તો છે.
સ્ક્રબિંગ કરવા
સ્ક્રબિંગ કરવા સોફ્ટ ટૂથબ્રશ વાપરી શકાય. હળવા હાથ ચહેરા પર બ્રશ ઘસ્યાં પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ નાંખો. પરંતુ આંખની આસપાસ એનો ઉપયોગ ના કરશો.
મસ્કરા લગાવવા
મસ્કરા લગાવ્યાં પછી સોફ્ટ ટૂથબ્રશખી તમે પાંપણને ડાર્ક અને લાંબી બતાવી શકો છો. આનાથી વધારાની મસ્કરા નીકળી જશે અને આંખો સુંદર દેખાશે.
હેરસ્પ્રે તરીકે
વાળ સેટ કરવા માટે તમે હેરસ્પ્રે લગાવતા હોવ તો ટૂથબ્રશની મદદ લો. એનાથી વાળ સરસ સેટ થઇ જશે અને સ્પ્રે પણ ઓછો વપરાશે.
આઈબ્રો
આઈબ્રો સેટ કરવા માટે પણ ટૂથબ્રશ વાપરી શકાય. આઈબ્રોને ડાર્ક કરવી હોય તો બ્રશમાં કાજળ લઇને લગાવી શકાય. તે એકદમ સરસ રીતે લાગશે.
સ્પ્રે પેઇન્ટિંગ અને અન્ય કામ
જો તમને સ્પ્રે પેઇન્ટિંગનો શોખ હોય તો બ્રશને અલગ અલગ રંગોમાં ડીપ કરીને સ્પ્રે કરી શકો છે.
- કિ બોર્ડ સાફ કરવા માટે
- સેન્ડલ, ચંપલ કે શૂઝ કોર્નરથી મેલા થઇ ગયા હોય તો બ્રશથી સાફ કરી શકાય.
આમ જૂના ટૂથબ્રશને અનેક રીતે રિયૂઝ કરી શકાય છે. જો કે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે હંમેશા એવું જ બ્રશ વાપરવું જેવા દાંતા એકદમ સોફ્ટ હોય. કારણ કે કડક દાંતા હશે તો નુકસાન થઇ શકે છે.