Get The App

'મેકઅપ' માટેની અનિવાર્ય આઈટમો

Updated: Mar 6th, 2019

GS TEAM

Google News
Google News
'મેકઅપ' માટેની અનિવાર્ય આઈટમો 1 - image

ગ્લેમરસ અથવા નેચરલ, તમે જેવા દેખાવા ઈચ્છતાં હશો તેવો જ લુક તમે સૌંદર્યપ્રસાધનોથી મેળવી શકો છો. સારી રીતે કરેલા મેકઅપથી તમે બીજાને પ્રભાવિત કરી શકો છો, પરંતુ 

તેના માટે જરૂર છે મેકઅપ કિટના ઉપયોગની યોગ્ય જાણકારીની. તેનાથી મેકઅપ કરવામાં સમય પણ ઓછો લાગશે અને સૌંદર્ય પ્રસાધન પણ ચહેરા પર યોગ્ય રીતે લાગશે.

કોટન વૂલઃ મેકઅપ સાફ કરવા માટે આનો  ઉપયોગ કરો.

કોટન બડ્સઃ આંખનો મેકઅપ કરતી વખતે અને સાફ કરતી વખતે આનો ઉપયોગ કરો.

ટ્વીઝરઃ આઈબ્રોને આકાર આપવા માટે આનો ઉપયોગ કરો.

આઈલેશ કલરઃ પાંપણને કર્લ કરવા માટે.

મેકઅપ સ્પંજઃ સ્પંજનો ઉપયોગ ફાઉન્ડેશન લગાવવા માટે કરો. તેનાથી ફાઉન્ડેશન ચહેરા પર સરખી રીતે ફેલાઈ જશે.

પાઉડર એપ્લિકેટરઃ લૂઝ પાઉડર લગાવવા માટે સોફ્ટ પફનો ઉપયોગ કરો. બ્રશના રૂપમાં મોટા ડોમ શેપ બ્રશનો ઉપયોગ કરો.

બ્લશર બ્રશઃ સોફ્ટ અને પહોળા બ્રશનો ઉપયોગ કરો, જે બ્લશરને ગાલ પર વ્યવસ્થિત રીતે લગાવવામાં મદદ કરશે. બ્લશર સરખી રીતે ફેલાવવા માટે નાના બ્રશનો ઉપયોગ કરો.

આઈશેડો બ્રશઃ મોટા બ્રશની મદદથી આઈશેડો સરળતાથી આંખ પર ફેલાવી શકાય છે. મિડિયમ બ્રશથી આઈશેડો આઈલિડ પર લગાવી શકાય. નાના બ્રશથી સોકેટ લાઈન પર આઈશેડો તથા હાઈલાઈટર વ્યવસ્થિત રીતે લગાવી શકાય છે.

બ્રો બ્રશઃ આ ટૂ-ઈન-વન બ્રશથી ફક્ત આઈબ્રોને શેપ જ નથી આપી શકાતો, પરંતુ તેના કાંસકાથી પાંપણ પરના વધારાના મસકારા દૂર કરી શકાય છે.

લેશ સેપરેટરઃ આનો ઉપયોગ મસકારા લગાવ્યા પછી કરો. આનાથી પાંપણને છૂટી પાડી શકાય છે. આનાથી પાંપણ ચોંટી પણ નથી જતી.

લિપબ્રશઃ લિપબ્રશ હોઠ પર લિપસ્ટિક વ્યવસ્થિત રીતે લગાવવામાં મદદ કરે છે.  આનાથી લિપસ્ટિક લગાવવાથી તે હોઠના શેપની બહાર નથી ફેલાતી અને તેનો શેડ પણ લાંબા સમય સુધી ટકી રહે છે.

Tags :