Get The App

પોર્ન જોવાના મામલે અમેરિકા અને ઈંગ્લેંડ કરતાં ભારતીય મહિલાઓ છે આગળ

Updated: Dec 19th, 2018

GS TEAM

Google News
Google News
પોર્ન જોવાના મામલે અમેરિકા અને ઈંગ્લેંડ કરતાં ભારતીય મહિલાઓ છે આગળ 1 - image


દિલ્હી, 19 ડિસેમ્બર 2018, બુધવાર

સેક્સ એજ્યુકેશનમાં વધારો થયો હોવા છતાં પોર્નોગ્રાફી સાઈટ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. સૌથી મોટી પોર્નોગ્રાફી વેબસાઈટ pornhubના એક રીપોર્ટ અનુસાર વર્ષ 2018માં તેમની વેબસાઈટ પર કુલ 33.5 બિલિયન યૂઝર્સ એક્ટિવ હતા. આ આંકડા વર્ષ 2017ની સરખામણીમાં 5 બિલિયન વધારે છે. એટલે કે રોજ આ પોર્ન વેબસાઈટ પર સરેરાશ 92 મિલિયન એટલે કે 9 કરોડ 20 લાખ યૂઝર્સ આવે છે.

પોર્નહબ તરફથી જાહેર કરવામાં આવેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પોર્ન જોવાના મામલે ભારતીય ત્રીજા ક્રમે આવે છે. તેમાં સૌથી પહેલા ક્રમે અમેરિકા અને બીજા ક્રમે ઈંગ્લેડ આવે છે. એટલે કે આ સાઈટ પર અમેરિકાના લોકોનો સૌથી વધારે ટ્રાફિક આવે છે. બીજા ક્રમે બ્રિટન અને ત્રીજા ક્રમે ભારતનો ટ્રાફિક આવે છે. ચોથા ક્રમે જાપાન અને પાંચમા ક્રમે કેનેડા આવે છે. 

70 પ્રતિશત ભારતીય પુરુષ જુએ છે પોર્ન
ભારતમાં 70 ટકા પુરુષ ઈંટરનેટ પર પોર્ન જોવે છે. જ્યારે 30 ટકા મહિલા પોર્ન જોવે છે. જો કે ભારતીય મહિલાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 4 ટકા વધારો થયો છે. વર્ષ 2017માં 26 ટકા ભારતીય મહિલાઓ પોર્ન જોનાર હતી જ્યારે હવે આ પ્રમાણ 30 ટકા થઈ ગયું છે. દુનિયાભરના આંકડાની વાત કરીએ તો માત્ર 29 ટકા મહિલાઓ જ પોર્નોગ્રાફી જુએ છે. 

દુનિયાભરમાં એક યૂઝર એવરેજ 10 મિનિટ 13 સેકેન્ડના પોર્ન વીડિયો વેબસાઈટ પર જુએ છે. ટાઈમ મામલે ફિલીપીંસના યૂઝર સૌથી આગળ છે. તેઓ 13.50 મિનિટ પોર્ન વેબસાઈટ પર પસાર કરે છે જ્યારે ભારતીય આશરે 8 મિનટ 23 સેકેન્ડનો સમય વેબસાઈટ પર પસાર કરે છે.

ભારતીયોની પસંદ
ભારતીયોની પસંદની વાત કરીએ તો તે સની લિયોની સૌથી પ્રિય પોર્નસ્ટાર છે. બીજાક્રમે મિયા ખલીફા છે. કિમ કાર્દશિયનનો 15 વર્ષ જુનો વીડિયો આજે પણ પોર્નહબ પર સૌથી વધારે જોવાય છે. આ વીડિયોને દર મિનિટમાં અંદાજે 55 વ્યૂઝ મળે છે.

Tags :