Get The App

ડાયેટમાં આ 3 ફૂડ સામેલ કરો, સવારે ફ્રેશ થવામાં ટાઈમ નહીં લાગે...

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
ડાયેટમાં આ 3 ફૂડ સામેલ કરો, સવારે ફ્રેશ થવામાં ટાઈમ નહીં લાગે... 1 - image


Image: Facebook

Diet Food Tips: શું તમને ઘણી વખત કબજિયાતની સમસ્યા થાય છે. પેટ ફૂલવું, પેટમાં ખેંચાણ અને બેચેનીની સાથે-સાથે સવારે ફ્રેશ થવામાં મુશ્કેલી, દરરોજની પ્રવૃત્તિઓની સામે પડકાર ઊભો કરી દે છે જેનાથી તમારું રુટીન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ખાસ કરીને સવારે પેટ સાફ ના થવાથી તમે આખો દિવસ અસહજ પણ અનુભવો છો. આમ તો એવા ઘણા ખાદ્ય પદાર્થ છે જે તમારા પેટના આરોગ્યને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે પરંતુ કબજિયાતને દૂર કરવા માટે શું તમે ક્યારેય શાકભાજીઓના ઉપયોગ વિશે વિચાર્યું છે.

ફાઈબર, વિટામિન અને મિનરલ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર શાકભાજીઓ કબજિયાતને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આનાથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

1. બ્રોકોલી

કબજિયાત માટે બ્રોકોલી ખૂબ સારી હોય છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઈબર હોય છે જે પાચનને ઝડપી બનાવે છે. આ સિવાય બ્રોકોલી એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને આમાં એવા યૌગિક હોય છે જે શરીરની કુદરતી ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓને શ્રેષ્ઠ કરી શકે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાઈજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ અનુસાર નિયમિત રીતે બ્રોકોલી ખાવાથી કબજિયાતથી રાહત મળે છે અને પેટના આરોગ્યમાં સુધારો થાય છે. તમે આને બાફી શકો છો કે શેકી શકો છો કે પછી સ્ટિર-ફ્રાય પણ કરી શકો છો.

આ પણ વાંચો: ગમે ત્યારે ભૂખ લાગતી હોય તો એ સારા સંકેત નથી, જાણી લો તેની પાછળના 5 કારણ

2. બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ ફાઈબરનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે જે સ્વસ્થ પાચન માટે જરૂરી છે. આ નાની, લીલી શાકભાજી એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને આમાં એવા યૌગિક હોય છે જે પાચનતંત્રમાં સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્રસેલ્સ સ્પ્રાઉટ્સમાં હાજર ફાઈબરથી કબજિયાતમાં રાહત મળે છે.

3. ખીરા 

કબજિયાત માટે ખીરા સૌથી સારી શાકભાજીમાંથી એક છે કેમ કે આમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. એક અભ્યાસ અનુસાર આ સવારે ફ્રેશ થવામાં ખૂબ મદદ કરી શકે છે જેનાથી કબજિયાતથી રાહત મળે છે. આ સિવાય ખીરા તમને હાઈડ્રેટેડ રાખે છે અને સ્કિન માટે પણ લાભદાયી હોઈ શકે છે.

Tags :