FOLLOW US

લાંબુ આયુષ્ય જીવવું હોય તો આ ટીપ્સ અજમાવો, 80 વર્ષે પણ રહેશો સ્વસ્થ

જો તમે રોજ 40 મિનિટ ઝડપથી ચાલવાનું રાખો અથવા રનિંગ કરશો તો તમારુ આયુષ્ય સારુ રહેશે

Updated: Sep 16th, 2023

Image Envato 

તા.16 સપ્ટેમ્બર 2023, શનિવાર 

આમ તો આયુષ્ય બાબતે કોઈ ભવિષ્યવાણી ન કરી શકાય પરંતુ શરીરને તંદુરસ્ત રાખવું આપણા હાથમાં છે. કારણ કે, તમે કેટલું જીવવાનો છો તે કોઈ નથી જાણતુ પરંતુ એવુ કહી શકાય કે કેવુ જીવન જીવવું જોઈએ. વાસ્તવમાં એવી કોઈ જાદુઈ તાકાત નથી કે તમારુ આયુષ્ય વધારી દેવાય. પરંતુ ખરેખર જો આપણે સ્વસ્થ જીવન જીવવું હોય તો કેટલીક બાબતોનું આપણે પોતે જ ધ્યાન રાખવુ પડશે. 

જો 80 વર્ષે પણ સ્વસ્થ રહેવા માટેની આ રહી ટીપ્સ

1 સ્ટ્રેસ ફ્રી જીવન જીવો

નિષ્ણાતોના કહેવા પ્રમાણે ચિંતા એ ચિતા સમાન છે. એટલે કે ચિંતા માણસને અંદરથી કોરી ખાય છે. અને તેના કારણે વિવિધ રોગો થતા હોય છે. જેમા ખાસ કરીને સ્ટ્રેસ વધારે લેવાથી હોર્મોન વધી જાય છે. અને સતત સ્ટ્રેસ કરવાથી આયુષ્ય ઘટી જાય છે. 

2. રોજ 40 મિનિટ ચાલવાનું રાખો 

જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો રોજ 40 મિનિટ સુધી ચાલવાનું રાખો બની શકે તો ફાસ્ટ દોડવાનું રાખો. તેના કારણે આયુષ્યમાં વધારો થાય છે. જે લોકો અઠવાડિયામાં 5 કલાક દોડે છે અથવા ચાલવાનું રાખે છે. તેમનું આયુષ્ય 80 વર્ષનું થવામાં કોઈ  રોકી શકતું નથી.

3. નાસ્તામાં ફ્રુટ્સ અને પ્રોટીન લેવાનુ રાખો

એક રિપોર્ટ પ્રમાણે જે લોકો રોજ 30 થી 35 ગ્રામ ડાયટ્રી ફાઈબરનું સેવન કરે છે. તેમને હાર્ટ, શુગર સંબંધિત કોઈ બીમારીઓનું જોખમ નહી રહે. આ ઉપરાંત રોજ નાસ્તામાં પ્રોટીનયુક્ત ફ્રુટ્સ ભરપુર માત્રામાં લેવામાં આવે તો ફાઈબર પુરતા પ્રમાણમાં મળી રહે છે. તેથી સ્વસ્થ જીવન માટે નાસ્તામાં ફ્રુટ લેવાનું રાખવું જોઈએ.

Gujarat
English
Magazines