Get The App

જો તમે પણ કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો બનાવો પ્લાન

Updated: Sep 1st, 2023


Google NewsGoogle News
જો તમે પણ કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો બનાવો પ્લાન 1 - image


                                                             Image Source: Wikipedia

અમદાવાદ, તા. 01 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઈમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટૂરિસ્ટ્સનો જમાવડો લાગી જાય છે. આ શહેરની પાસે જ 5 ખૂબ જ સુંદર હિલ સ્ટેશન પણ છે. જ્યાં વીકેન્ડ પર ફરવા જવાનું ખૂબ જ રોમાંચક થઈ શકે છે. જો તમે પણ ઓછા બજેટમાં હિલ સ્ટેશન ફરવા જવા માંગો છો તો આ માટે શોર્ટ ટ્રિપ બનાવી શકો છો. માત્ર 7,000 રૂપિયામાં 5 સુંદર પહાડી સ્થળોએ ફરી શકો છો. 

જો તમે પણ કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો બનાવો પ્લાન 2 - image

મોરની હિલ્સ

હરિયાણાનું એકમાત્ર હિલ સ્ટેશન મોરની હિલ્સ ફરીદાબાદ જ નહીં પરંતુ દિલ્હીથી પણ ખૂબ નજીક છે. હિમાલયની શિવાલિક શ્રૃંખલાની સુંદરતા તમારુ મન જીતી લેશે. ચારેબાજુ હરિયાળી, એડવેન્ચર પાર્ક, મોરની ફોર્ટ, કરોહ પીક અને ટિક્કલ લાલ જેવા સ્થળો ફરવાની દ્રષ્ટિએ પરફેક્ટ છે. ફરીદાબાદથી તેનું અંતર 292.9 કિલોમીટર છે. 

જો તમે પણ કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો બનાવો પ્લાન 3 - image

ચાયલ

ફરીદાબાદથી 381.7 કિલોમીટર દૂર વસેલા ચાયલની સુંદરતા પણ કમાલની છે. શાંતિની શોધમાં ઘણી વખત લોકો ત્યાં જાય છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં ચાયલ આવેલુ છે. સતલુજ ખીણની એકદમ નજીર આ પ્લેસ ચારે તરફ ઊંચા શિખરોથી ઘેરાયેલુ છે. ત્યાં સૌથી ઊંચુ ક્રિકેટ મેદાન પણ છે. ચાયલનું શાંત અને સુંદર હવામાન દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યાં જઈને તમે કાલી કા તિબ્બા, સિદ્ધ બાબા મંદિર, ચેલ અભયારણ્ય અને ચેલ ગુરુદ્વારા સાહિબની મુલાકાત લઈ શકો છો.

જો તમે પણ કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો બનાવો પ્લાન 4 - image

બડોગ

પ્રકૃતિ પ્રેમી હોવ તો બડોગ તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. ઊંચા શિખરોવાળું આ સ્થળ ખૂબ ફેમસ છે. ટ્રેકિંગ માટે ત્યાં જવુ સારુ માનવામાં આવે છે. કરોલ ટિબ્બા ટ્રેક, મોહન શક્તિ નેશનલ હેરિટેજ પાર્ક, મેનરી મઠ અને ડગશાઈ ત્યાંના સૌથી સારા સ્થળો છે. ફરીદાબાદથી તેનું અંતર 335.5 કિમી છે.

જો તમે પણ કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો બનાવો પ્લાન 5 - image

મસૂરી

નૈનીતાલ અને શિમલાની જેમ મસૂરી ખૂબ મનપંસદ સ્થળ છે. ગરમીની સીઝન હોય કે શરદી દરેક મોસમમાં ત્યાં પર્યટકોનો જમાવડો રહે છે. મસૂરી આવીને તમે મસૂરી ઝીલ, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, ક્રાઈસ્ટ ચર્ચ અને મસૂરી હેરિટેજ સેન્ટર જઈ શકો છો. ફરીદાબાદથી આ સ્થળનું અંતર 306 કિલોમીટર છે.

જો તમે પણ કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો બનાવો પ્લાન 6 - image

મનાલી

ફરીદાબાદથી 562.6 કિલોમીટર દૂર વસેલુ વધુ એક હિલ સ્ટેશન લોકોનું મનપસંદ સ્થળ છે. આ સ્થળનું નામ મનાલી છે. બિયાસ નદીનો કિનારો અને કુલ્લૂ ખીણનો છેડો આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. હિમાચલ પ્રદેશના ટોપ પર્યટન સ્થળોમાંના એક મનાલીમાં બરફથી ઢંકાયેલી હિમાલયના શિખરો, લીલાછમ નજારા અને શાંતિપૂર્ણ વાતાવરણ તમારુ મન મોહી લે છે. મનાલીમાં પ્રકૃતિનો ખોળો તો મળે જ છે. આ સિવાય હિમાચલ સંસ્કૃતિ અને લોક કલા સંગ્રહાલય, રોહતાંગ લા, ભૃગુ તળાવ અને જોગિની ધોધ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. 


Google NewsGoogle News