ચહેરા, વાળને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવા માટે વિટામિન-ઈ કેપ્સૂલનો કરો ઉપયોગ!
- વિટામિન-ઈને બ્યૂટી વિટામિન પણ કહેવામાં આવે છે
નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2020, ગુરુવાર
વાળ, ચહેરા અને સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવા માટે વિટામિન-ઈ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને કેટલીય રીતે ચહેરા અને વાળ પર ઉપયોગમાં લઇ શકાય છે. એન્ટીઑક્સીડેન્ટ્સથી ભરપૂર આ ઑઇલની કેપ્સૂલ્સ તમને કોઇ પણ મેડિકલ સ્ટોર્સમાંથી મળી જશે. વિટામિન-ઈને બ્યૂટી વિટામિન પણ કહેવામાં આવે છે. આ વિટામિન સ્કિનની ચમક વધારે છે. વિટામિન-ઈમાંથી મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ્સનાં ગુણ ચહેરાથી લઇને વાળ સુધી ઘણા ફાયદાકારક હોય છે પરંતુ સૌથી વધુ જરૂરી વાત એ છે કે તમે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો છો કે નહીં. કારણ કે જો તેનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરવામાં આવે તો તેની અસર તમને ઝડપથી જોવા મળશે. જાણો, કેવી રીતે તમે વિટામિન-ઈનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારી સ્કિન અને વાળની સુંદરતાને વધારી શકો છો.
ચહેરા માટે
વિટામિન-ઈની કેપ્સૂલનો ઉપયોગ ચહેરા પર સરળતાથી કરી શકાય છે. વિટામિન-ઈ ત્વચાને ડ્રાઇ થવાથી બચાવે છે અને તેને ગ્લોઈંગ બનાવે છે. વિટામિન-ઈની કેપ્સૂલને દરરોજ રાત્રે સૂતાં પહેલાં બદામ અથવા નારિયેળ તેલમાં મિક્સ કરીને ચહેરા પર લગાઓ. તેનો ઉપયોગ મૌશ્ચરાઇઝર, લોશન અથવા સ્ક્રબમાં મિક્સ કરીને ડાયરેક્ટ ચહેરા અને ડૉકના ભાગ પર કરી શકાય છે.
આંખો માટે
આંખો નીચેના ડાર્ક સર્કલ્સ અથવા તો થાકી ગયેલી આંખો માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એવામાં વિટામિન-ઈ ઑઇલને ડાયરેક્ટ આંખોની નીચે લગાવીને આખી રાત માટે રહેવા દો. તેની અસર તમને થોડાક જ દિવસમાં જોવા મળશે.
વાળ માટે
વિટામિન-ઈનો ઉપયોગ તમે ન માત્ર સ્કિનની ઉપર કરી શકો છો પરંતુ તેનો ઉપયોગ વાળને ઘટાદાર બનાવવા માટે પણ કરી શકો છો. વિટામિન-ઈનો ઉપયોગ દરરોજ લગાવવામાં આવતા હેર ઓઈલમાં નાંખીને કરી શકાય છે. તેનો ઉપયોગ વાળ ધોવાના એક દિવસ પહેલાં કરો. તેના માટે નારિયેળના તેલમાં વિટામિન-ઈના તેલને યોગ્ય રીતે મિક્સ કરીને વાળમાં લગાઓ અને સવારે શેમ્પૂથી વાળ ધોઇ નાંખો.
હોઠ માટે
વિટામિન-ઈનો ઉપયોગ હોઠ ઉપર પણ કરી શકાય છે. તેનાથી હોઠ મુલાયમ અને ચમકદાર બને છે. વિટામિન-ઈના કેપ્સૂલમાંથી તેનું લિક્વિડ નીકાળીને બદામનું તેલ અથવા ગ્લિસરીનની સાથે મિક્સ કરીને રાત્રે સૂતાં પહેલા હોઠ પર લગાઓ. તેનાથી હોઠ થોડાક જ દિવસમાં સોફ્ટ અને ચમકદાર દેખાવા લાગશે.