ત્વચાની સારસંભાળ માટેના રામબાણ નુસ્ખા, ખીલ દૂર કરી ચમકતી ત્વચા મેળવો
- આ ત્રણ વસ્તુઓને આહારમાં સામેલ પણ કરો અને ફેસપેક બનાવીને ગ્લોઇંગ સ્કિન પણ મેળવો
નવી દિલ્હી, તા. 06 જુલાઇ 2020, સોમવાર
ડેલી સ્કિન કેર રૂટીન કેવો હોવો જોઇએ, ત્વચાની કાળજી કેવી રીતે કરવી, ત્વચાની જાળવણી માટેના ઘરેલૂ નુસ્ખા, સ્કિન કેર ટિપ્સ, કેવી રીતે ગ્લૉઇંગ સ્કિન બનાવી શકાય, ખીલ હટાવવાના ઉપાય વગેરે જેવા પ્રશ્ન તમારા મનમાં પણ થઇ રહ્યા છે તો જાણો ત્વચાની સારવાર માટેના કેટલાક ઘરેલૂ નુસ્ખા જે તમને ઘણી બધી સ્કિન પ્રોબેબ્લેમ્સથી છૂટકારો અપાવશે.
ત્વચાની સમસ્યાઓ માટે 3 સરળ ઘરેલૂ ઉપાય
1. ટેનિંગને દૂર કરવાનો ઘરેલૂ ઉપાય છે તજનું સેવન અને તેનું ફેસપેક
જો તમે તેને આહારમાં સામેલ કરો છો તો તે એક ઉત્તમ એન્ટી એજિંગ સાબિત થશે. તેમાં એન્ટી-ઑક્સીડેન્ટ, મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે, જે ત્વચા નિખારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તમે તેનો પેક તૈયાર કરી શકો છે જે ટેનિંગ હટાવવામાં મદદ કરશે.
કેવી રીતે બનાવશો તજનું ફેસપેક :
કેળા, દહી, 1 ચમચી તજનો પાઉડર અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવીને ધોઇ નાંખો.
2. ખીલ દૂર કરશે કાળા મરી
બ્લેક પેપર રસોડામાં રહેતું રામબાણ છે. આ કોઇ પણ હર્બ સાથે મિક્સ કરવાથી કમાલનું પરિણામ આપી શકે ક્છે. જો તમે તેને પોતાના ભોજનમાં સામેલ કરો તો તે તમારા શરીરને ડિટૉક્સ કરવામાં મદદ કરશે, જેનાથી તમારી સ્કિન સાફ રહેશે અને ચહેરા પર થતા ખીલ દૂર રહેશે. તમે મધમાં કાળા મરી મિક્સ કરીને ખાઇ પણ શકો છો. અને બંનેનો ફેસપેક પણ તૈયાર કરી શકો છો.
કેવી રીતે બનાવશો ફેસપેક :
એક ચમચી મધ અને અડધી ચમચીથી પણ ઓછો કાળા મરી પાઉડર મિક્સ કરીને પેક તૈયાર કરો અને તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો.
3. કરચલીઓ દૂર કરશે જીરું
ઝડપી વજન ઘટાડવું હોય, તો લોકો જીરાનું પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે જીરાથી તમે ચહેરા પરની કરચલીઓ પણ દૂર કરી શકો છો. જીરામાં એન્ટી-ઑક્સીડેન્ટ, એન્ઝાઇમ્સ, વિટામિન અને મિનરલ્સ હોય છે, જે તમને જવાન ત્વચા આપી શકે છે. જીરામાં એન્ટી એજિંગ ગુણ હોય છે, જે સમય પહેલા આવતી કરચલીઓને રોકે છે.
ફેસપેક કેવી રીતે બનાવશો :
એક ચમચી મલાઇમાં જીરાને કરકરૂં પીસીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવી શકો છો.