Get The App

Skin Care Tips: ઉંમર પ્રમાણે કેવી રીતે સ્કિનની કેર કરશો? જાણી લો

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
Skin Care Tips: ઉંમર પ્રમાણે કેવી રીતે સ્કિનની કેર કરશો? જાણી લો 1 - image


Image Source: Freepik

Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે. પરંતુ બદલાતા સમય અને ઉંમર પ્રમાણે તમારી સ્કિન કેર બદલાઈ જાય છે. વધતી ઉંમર સાથે લોકો પોતાની સ્કિનની કેર અલગ-અલગ રીતે કરે છે. નાના બાળકો અને યુવાનો પોતાની સ્કિનને સ્વચ્છ અને હેલ્ધી રાખવાનો પ્રયાસ કરે છે. મિલેનિયલ્સ ઈચ્છે છે કે તેમની સ્કિન પર વધતી ઉંમરના નિશાન ન દેખાય. આ સાથે જ જનરેશન X ના લોકો પોતાની સ્કિનને સુંદર અને ચમકદાર બનાવી રાખવા પર ખાસ ધ્યાન આપે છે.

જોકે, એવા ઘણા લોકો છે જે પોતાની ઉંમર પ્રમાણે સ્કિન કેર પસંદ કરવામાં નિષ્ફળ જાય છે. જો તમે પણ તેમાંથી એક છો, તો આજે અમે તમને જણાવીશું કે દરેક ઉંમર પ્રમાણે સ્કિન કેર કેવી રીતે બદલાય છે અને તમે તમારી સ્કિનની સંભાળ કેવી રીતે રાખી શકો છો.

જેન X (1965-1980)

1965થી 1980ની વચ્ચે જન્મેલા લોકો 'જેન એક્સ' કેટેગરીમાં આવે છે. આવા લોકો પોતાની સ્કિન કેર દરમિયાન કરચલીઓ અને ઉંમરની ફોલ્લીઓ ઘટાડવા પર પણ ફોકસ કરે છે. તેમણે રોજ સૂર્યના તેજ કિરણોથી બચવા માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ, પોતાની સ્કિન સ્વચ્છ રાખવી જોઈએ અને તેને હાઈડ્રેટ કરવા માટે મોઈશ્ચરાઇઝર લગાવવું જોઈએ. તેઓ એવા ફૂડ્સ પણ ખાય છે જેમાં રેટિનોલ, પેપ્ટાઈડ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે વૃદ્ધત્વની અસરો ઘટાડે છે. આજકાલના ટ્રેન્ડમાં એવા પ્રોડક્ટ્સ આવે છે જે સ્કિનની ઈલાસ્ટિસિટી બનાવે છે અને ફાઈન લાઇન્સ ઘટાડે છે, જેનાથી તેમની સ્કિન યુવાન અને સ્વસ્થ હેલ્ધી દેખાય છે.

મિલેનિયલ્સ (1981-1996)

1981થી 1996ની વચ્ચે જન્મેલા મિલેનિયલ્સ પોતાની સ્કિન પર વૃદ્ધત્વની પ્રારંભિક અસરને રોકવાનો પ્રયાસ કરે છે. તેમણે દરરોજ સનસ્ક્રીન લગાવવું જોઈએ, પોતાનો ચહેરો સાફ કરવો જોઈએ અને મોઈશ્ચરાઇઝર લગાવીને પોતાની ત્વચાને હાઈડ્રેટ રાખવી જોઈએ. આ લોકોએ એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ જેમાં વિટામિન સી, હાયલ્યુરોનિક એસિડ અને રેટિનોલ હોય, જે સ્કિનને ચમકદાર અને નરમ બનાવે છે.

જેન જી (1997-2012)

1997થી 2012ની વચ્ચે જન્મેલા જેન જીને પોતાની સ્કિનને સ્વચ્છ અને હેલ્ધી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ લોકોએ દરરોજ સનસ્ક્રીન લગાવવું જોઈએ, દિવસમાં બે વાર ચહેરો ધોવો જોઈએ અને વારંવાર ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. તેમણે નિયમિતપણે હળવા ક્લીન્ઝર, મોઈશ્ચરાઇઝર અને સનસ્ક્રીન જેવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. 

Tags :