Get The App

વ્યસ્ત લાઈફને લઈને વધી રહ્યું છે સ્ટ્રેસ લેવલ? ડરવાના બદલે આ રીતે કરો કામ

સ્ટ્રેસના કારણે લોકોને અનેક બીમારીઓ પેદા થઈ શકે છે

આપણી બોડીમાં બીમારીઓ સામે લડવાની કેટલીક ક્ષમતા રહેલી છે

Updated: Oct 25th, 2023

GS TEAM

Google News
Google News
વ્યસ્ત લાઈફને લઈને વધી રહ્યું છે સ્ટ્રેસ લેવલ? ડરવાના બદલે આ રીતે કરો કામ 1 - image
Image Envato 

તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર 

Stress level : હાલમાં સતત વ્યસ્ત લાઈફના કારણે લોકો સતત તણાવ (stress)માં રહેતા હોય છે. જ્યારે પણ કોઈ સ્ટ્રેસમાં હોય છે, ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન (Cortisol hormone) રિલીઝ થાય છે. જેના કારણે તમારો મુડ ખરાબ થઈ શકે છે. તેનું લેવલ વધી જવાથી કેટલીક બીમારીઓ ઉભી થાય છે. રિપોર્ટ પ્રમાણે સ્ટ્રેસ હોર્મોનના કારણે પેટ બહાર આવી જાય છે. જો તમારા સ્ટ્રેસનું લેવલ વધી જાય તો આ ટીપ્સ અજમાવી શકો છો.

સ્ટ્રેસ લેવલ ઓછુ કરવાની રીત

1. સ્ટ્રેસના કારણે લોકોને અનેક બીમારીઓ પેદા થઈ શકે છે. તેના માટે સરળ અને સચોટ રસ્તો છે મનને શાંત કરવું. પરંતુ હવે સવાલ એ આવે છે કે મનને શાંત કેવી રીતે કરવું.? જી, તો તેના માટે તમારે મેડિટેશન કરવું જોઈએ. જેનાથી સ્ટ્રેસ લેવલ તો નીચે આવશે પરંતુ તેની સાથે સાથે ડાયાબિટીસ, મોટાપો વગેરે જેવી બીમારીઓ પણ દુર થઈ શકે છે. 

2. શરીર પોતાના માટે એક ડોક્ટર તરીકે કામ કરે છે. આપણી બોડીમાં કેટલીયે બીમારીઓ સામે લડવાની ક્ષમતા રહેલી હોય છે. તમે શરીર પાછળ થોડો સમય આપશો તો, તમને ખ્યાલ પણ નહી આવે અને સરળતાથી બીમારીઓ દુર થઈ જશે. બોડીમાં કુદરતી રીતે સ્ટ્રેસ દુર કરવાની ક્ષમતા રહેલી હોય છે. 

3. સ્ટ્રેસને દુર કરવા માટે ખૂશ રહો. રિપોર્ટ પ્રમાણે રોજ સવારે થોડો સમય હસવાથી તમારા શરીરમાં હેપ્પી હોર્મોન રિલીઝ થાય છે અને તમારુ માઈન્ડ શાંત થાય છે. સ્ટ્રેસ ઓછુ કરવા માટે તમારે જોક્સ વાંચવા જોઈએ અથવા તો પછી કોઈ કોમેડી ફિલ્મ જોવી જોઈએ. 

4. પોતાની જાતને રિલેક્સ કરવા માટે મસાજ કરાવો, તેનાથી મગજને શાંત કરવાની ક્ષમતા વધે છે અને તમારુ શરીર રિલેક્સ ફીલ કરશે. મસાજ કરવાથી નિર્વસ સિસ્ટમને બરોબર કરવામાં મદદ મળે છે. 

5. વધતા સ્ટ્રેસ લેવલના કારણે લોકો ખોટી આદતો પડી જાય છે. ખાસ કરીને જે લોકો અલગ રહે છે એવામાં એકલા રહેવાથી બચો. કોશિશ કરો કે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ટાઈમ સ્પેંડ કરો. 

વ્યસ્ત લાઈફને લઈને વધી રહ્યું છે સ્ટ્રેસ લેવલ? ડરવાના બદલે આ રીતે કરો કામ 2 - image