ગરમ કપડા જાળવવાની આ છે સાચી રીત, કપડા રહેશે નવા જ
How to pack Woolen Clothes: શિયાળાની ઋતુ પુરી થઈ ગઈ છે. એવામાં તમે હવે ગરમ કપડાને ફરી પાછા આગામી શિયાળા સુધી સુરક્ષિત રીતે વોર્ડરોબમાં રાખવાનું શરુ કરી દીધું હશે. ઉનાળો શરૂ થતાની સાથે જ મોટાભાગના લોકો તેમના ગરમ કપડા ધોઈને બોક્સમાં રાખે છે. પરંતુ ગરમ કપડા પેક કરવાની આ યોગ્ય રીત નથી. જો તમે આ રીતે વૂલન કપડા પેક કરો છો તો તમને જણાવીએ કે શિયાળાના કપડાને બોક્સમાં રાખતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ રીતે કરો પાર્ટીશન
જો તમે એક જ બોક્સમાં ઘણા ગરમ કપડા રાખવા માંગતા હોય તો તમારે દરેક કપડા વચ્ચે પેપરનું પાર્ટીશન રાખવું જોઈએ. ઘણા લોકો પ્લાસ્ટિકની થેલીઓમાં કપડા પેક કરતા હોય છે જે ખરેખર ખોટી રીત છે. પ્લાસ્ટિકની થેલીની અંદર લાંબા સમય સુધી કપડા ન રાખવું જોઈએ. તેના બદલે મારે જૂના અખબારોમાં કપડા પેક કરીને બોક્સમાં રાખવા જોઈએ.
કેવી રીતે રાખવા નેપ્થાલિન બોલ્સ?
ઘણા લોકો કપડાની વચ્ચે નેપ્થાલિન બોલ્સ રાખતા હોય છે. જે બિલકુલ ખોટી રીત છે. તમારે નેપ્થાલિન બોલ્સને કપડાની વચ્ચે નહિ પરંતુ બોક્સના ચારેય ખૂણામાં 2-2 નેપ્થાલિન બોલ મૂકવા જોઈએ. જો તમે વધુ સંખ્યામાં નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો છો તો બીજીવાર એ કપડા વાપરતી વખે તેમાંથી નેપ્થાલિન બોલ્સની દુર્ગંધ આવશે. એવામાં તમારે પાતળા સુતરાઉ કપડામાં નેપ્થાલિન બોલ્સને બાંધીને બોક્સમાં મૂકવા જોઈએ.
આ વસ્તુનો પણ કરી શકો છો ઉપયોગ
નેપ્થાલિન બોલ્સ સિવાય, તમે કોટન પેડમાં લીમડાના પાન, લીમડાનું તેલ અથવા લવંડર તેલના થોડા ટીપાં નાખીને બોક્સમાં મૂકી શકો છો. તેનાથી તમારા વૂલન કપડાં પણ સુરક્ષિત રહેશે.
યોગ્ય રીતે ફોલ્ડ કરો
વૂલન કોટ કે જેકેટ જેવા ગરમ કપડાં બૉક્સમાં રાખતી વખતે, તેને યોગ્ય રીતે ફોલ્ડ કરો. આમ ન કરવાથી તેના પર વધુ કરચલીઓ પડી જશે, જેનાથી તેમનો લુક બગડી જશે. આ ઉપરાંત, તમને કપડાં પેક કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડશે.
ગરમ કપડા ક્યાં રાખવા
પેકિંગની સાથે, તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમે જ્યાં ગરમના કપડા રાખો છો તે જ્યાં ભેજવાળી તો નથીને! ભેજવાળી જગ્યા ગરમ કપડા રાખવાથી તેમાંથી દુર્ગંધ આવી શકે છે. તેમજ આ જગ્યાએ સીધો સૂર્યપ્રકાશ પણ ન આવવો જોઈએ.