હોળી પર બનાવો સ્વાદિષ્ટ વોલનટ બ્રાઉની ઘુઘરા
નવી દિલ્હી, 7 માર્ચ 2020, શનિવાર
હોળીના તહેવાર પર અનેક પ્રકારની મીઠાઈ બને છે. તેમાં સૌથી પ્રિય હોય છે ઘુઘરા, આ ઘુઘરાને આ વર્ષે નવા ટ્વિસ્ટ સાથે ટ્રાય કરો. આજે તમને જણાવીએ નાના મોટા સૌને ભાવે તેવા વોલનટ બ્રાઉની ઘુઘરા બનાવવાની રીત
સામગ્રી
300 ગ્રામ મેંદો
200 એમએલ ચોકલેટ સોસ
600 ગ્રામ બ્રાઉની
100 ગ્રામ રવો
100 ગ્રામ ઘી
100 ગ્રામ શેકેલા અખરોટ
1/2 ટીસ્પૂન મીઠું
1/2 એલચી પાવડર
200 ગ્રામ ડાર્ક ચોકલેટ
તેલ
રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, 5 ચમચી ઘી, રવો અને એલચી પાવડર મિક્સ કરો. તેમાં પાણી ઉમેરી કણક બાંધો. બ્રાઉની તોડી લો અને તેને એક બાઉલમાં રાખો અને તેમાં ચોકલેટ સોસ, ડાર્ક ચોકલેટ અને શેકેલા અખરોટ ઉમેરી બરાબર મિક્ષ કરો.
આ સામગ્રી પુરણ માટે સાઈડમાં રાખો. હવે લોટમાંથી લુઆ લઈ નાની પુરી વણો અને તેમાં વચ્ચે એક ચમચી આ મિશ્રણ ભરી ઘુઘરા બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઘુઘરાને લાઈટ પિંક થાય ત્યાં સુધી તળી લો.