Get The App

સુંદર આકર્ષક વાળ માટે અરીઠામાંથી બનાવો શેમ્પૂ-કન્ડીશનર અને હેર માસ્ક

- પ્રાકૃતિક ઉત્પાદનોથી તૈયાર થતું શેમ્પૂ વાળને પોષણ અને મજબૂતી આપે છે

Updated: Aug 18th, 2020

GS TEAM


Google News
Google News
સુંદર આકર્ષક વાળ માટે અરીઠામાંથી બનાવો શેમ્પૂ-કન્ડીશનર અને હેર માસ્ક 1 - image

નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ 2020, મંગળવાર 

કેમિકલ યુક્ત શેમ્પૂથી છૂટકારો મેળવવાનો સૌથી સારી રીત છે કે ઘરે જ જાતે શેમ્પૂ બનાવવામાં આવે. તેના માટે અરીઠાથી શ્રેષ્ઠ શું હોઇ શકે? અરીઠા તમારા વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી વાળ સુંદર, મજબૂત અને ચમકદાર બને છે. માર્કેટમાં ઉપલબ્ધ શેમ્પૂ અને કન્ડીશનરમાં પણ અરીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો અરીઠાથી શેમ્પૂ, કન્ડીશનર અને હેર પેક બનાવવાની રીત. 

અરીઠાથી શેમ્પૂ બનાવવા માટે

પ્રાકૃતિક ઉત્પાદનોથી બનાવેલ શેમ્પૂ વાળને પોષણ આપે છે અને તેને મજબૂતી પ્રદાન કરે છે. ઘરે અરીઠાથી શેમ્પૂ બનાવવા માટે આમળા, શિકાકાઇની સાથે થોડુક અરીઠા પાણીમાં 30-40 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તમામ સામગ્રીને મેશ કરી લો. તેને આખી રાત પલળવા દો. સવારે મિશ્રણને ગાળી લો હવે આ પ્રવાહી પદાર્થનો ઉપયોગ શેમ્પૂ તરીકે કરો. આ વાળને પોષણ આપશે જેનાથી વાળ સુંદર અને ચમકદાર બનશે. 

અરીઠાથી કન્ડીશનર બનાવવા માટે

પર્યાવરણમાં ખૂબ જ વધારે પ્રદૂષણ અને ભેજ હોવાને કારણે વાળમાં કન્ડીશનરનો ઉપયોગ કરવો જરૂરી છે. અરીઠાનો ઉપયોગ કરીને તમે ઘરે જ કન્ડીશનર બનાવી શકો છો. અરીઠાને રાતભર પલાળીને રાખો અને ઉકાળી લો. પેસ્ટને ગાળો અને તેને કન્ડીશનર તરીકે લગાવો. તેનો નિયમિત ઉપયોગ તમારા વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે. 

અરીઠાથી હેર માસ્ક બનાવવું

વાળને જીવંત કરવા માટે હેર માસ્ક લગાવવું ફાયદાકારક રહેશે. પરંતુ તેના માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂરત નથી. તમારે બસ અરીઠા પાઉડર, આમળા પાઉડર અને તડકામાં સુકવેલ જાસુદનું ફૂલ અને દહીં મિક્સ કરવાનું રહેશે જો તમારું સ્કેલ્પ ઓઇલી છે તો તે જ મિશ્રણમાં મુલતાની માટી મિક્સ કરી લો. આ બધી સામગ્રીને આખી રાત માટે પલાળી રાખો. સવારે મિશ્રણને ગાળીને વાળમાં લગાવો. એક કલાક બાદ વાળ ધોઇ નાંખો.

Tags :