Get The App

અઠવાડિયામાં કેટલી વાર ફેસ પેક લગાવવો જોઈએ? જાણો સાચી રીત

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
How Often Should You Use Face Pack


How Often Should You Use Face Pack: સુંદર અને બેદાગ સ્કિન કોને નથી પસંદ? સ્કિનને યુવાન અને સુંદર રાખવા માટે, લોકો ઘણા પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેમાં ફેસ પેકનો ઉપયોગ હાલ ટ્રેન્ડમાં છે. ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, સેન્સિટીવ સ્કિન કે નોર્મલ સ્કિન માટે અલગ અલગ ફેસપેક વાપરવામાં આવે છે તેમજ એક પ્રશ્ન એવો પણ થાય કે એક અઠવાડિયામાં કેટલી વાર ફેસપેક લગાવવો જોઈએ?

તમારી સ્કિન ટાઈપનું પણ ધ્યાન રાખો

દરેક વ્યક્તિની સ્કિન એકબીજાથી અલગ હોય છે. આજકાલ બજારમાં સ્કિન ટાઈપ પ્રમાણેની ઘણી પ્રોડક્ટ મળે છે. જો તમે ઘરે ફેસ પેક બનાવી રહ્યા છો અને લગાવી રહ્યા છો, તો પણ તમારે તમારી સ્કિન ટાઈપને ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, સેન્સિટીવ સ્કિન કે નોર્મલ સ્કિન . તેથી, બધા માટે એક જ પ્રકારનો ફેસ પેક વાપરવો જોઈએ નહીં.

હર્બલ વસ્તુઓમાંથી બનાવેલા ફેસ પેક કેટલી વાર લગાવવા જોઈએ?

સામાન્ય રીતે, હર્બલ વસ્તુઓ સ્કિન માટે સારી હોય છે. પરંતુ આનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી સ્કિનને પણ નુકસાન થઈ શકે છે. હર્બલ વસ્તુઓમાંથી બનાવેલા ફેસ પેક અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવવા જોઈએ.

અઠવાડિયામાં કેટલી વાર ફેસ પેક લગાવવો જોઈએ?

નોર્મલ સ્કિન ધરાવતા લોકોએ અઠવાડિયામાં ફક્ત બે વાર ફેસ પેક લગાવવો જોઈએ. ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ અઠવાડિયામાં એક વાર અથવા 15 દિવસમાં બે વાર ફેસ પેક લગાવવો જોઈએ.

અઠવાડિયામાં બે વાર ચહેરા પર ફેસ પેક લગાવવો સલામત અને ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે દરરોજ તમારા ચહેરા પર ફેસ પેકનો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને ઘણા નુકસાન પહોંચાડી શકે છે.

આ ઉપરાંત, જો ફેસ પેક લગાવ્યા પછી તમારી સ્કિન પર ફોલ્લીઓ અથવા કોઈ ફેરફાર દેખાય, તો તમારે પહેલા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સ્કિન પર ફેસ પેક લગાવ્યા પછી, સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો પણ ઉપયોગ કરવો જોઈએ.

અઠવાડિયામાં કેટલી વાર ફેસ પેક લગાવવો જોઈએ? જાણો સાચી રીત 2 - image
Tags :