app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

Dry Skin Solution: શિયાળામાં સ્કિન થઇ જાય છે ડ્રાય તો આ ફેસપેક લગાવાથી થશે ફાયદો

Updated: Nov 4th, 2023


નવી દિલ્હી,તા. 4  નવેમ્બર 2023, શનિવાર 

શિયાળાની શરૂઆત સાથે દિવસ નાનો અને રાત લાંબી થતી જાય છે. ગગડતા જતા પારા સાથે લોકો જલદી જ ઘરમાં પુરાઈ જાય છે. શિયાળો આવતા જ તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. આ દિવસોમાં ઠંડીના વાતાવરણ અને પ્રદૂષણને કારણે ત્વચાનું કુદરતી ભેજ નષ્ટ થઈ જાય છે.

સ્કીનમાં મોશ્ચર ઘટતા ચહેરા અને હાથ-પગમાં ડ્રાયનેસ દેખાવા લાગે છે. તેની અંદરની સોફ્ટનેસ સમાપ્ત થઈ જાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો આપણી સ્કીન શુષ્ક થઈ જાય છે. સ્કીન સુકાઈ જવી, ચામડી ઉખડવી, કોઈ પણ વસ્તુ અડતાની સાથે સ્કીન પર લીટા પડવા વગેરે આ કુદરતી ભેજ નષ્ટ થવાના લક્ષણો છે.

આ સીઝનમાં દરેકે પોતાના શરીર અને સ્કીનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. શરીરને તંદુરસ્ત રાખવા આહારની સાથે સાથે યોગ અને વ્યાયામ કરીને પણ તમે તમારા શરીરનું અને સ્કિનનું ધ્યાન રાખી શો છો.

જાસુદના ફૂલોનો ફેસ પેક બનાવો

હિબિસ્કસનું ફૂલ એટલેકે જાસુદનું ફુલ આ શુષ્ક અને નિર્જીવ ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. આ પેકથી તમારી સ્કિન પર ફરક દેખાશે. જાસુદના ફૂલોને સૂકવીને રાખો. આ ડ્રાય જાસુદનો પાવડરમાં મધ સાથએ મિક્સ કરો અને ફેસ પેક તૈયાર કરો. આ ફેસ પેકને ચહેરા અને હાથ પર લગાવો. આ ફેસ પેકને રોજ લગાવવાથી શુષ્ક અને ખરબચડી ત્વચામાંથી છુટકારો મળશે. તેનાથી ચહેરા પરથી ડાઘ પણ દૂર થઇ જશે.

ચહેરા પર પિમ્પલ્સ હોય તો શું કરવું ?

ઘણી યુવતીઓને એજ પ્રમાણે ચહેરા પર પિમ્પલ્સ થતા હોય છે. જો તમારા ફેસ પર ખીલ એટલે કે, પિમ્પલ્સ હોય તો શિયાળામાં તેનાથી છુટકારો મેળવવા માટે જાસુદના ફૂલને સૂકવીને પાવડર બનાવી લો. આ પાવડરમાં દહીં મિક્સ કરો. લવંડર ધરાવતા તેલના થોડા ટીપાં પણ ઉમેરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને લગભગ અડધા કલાક પછી ચહેરો સાફ કરી લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ ફેસ પેક લગાવવાથી શિયાળામાં ખીલથી પણ રાહત મળશે.


Gujarat