Get The App

હૉપ શૂટ્સ: દુનિયાની સૌથી મોંઘી શાકભાજી,જેને ખરીદવા માટે તમારે લેવી પડશે લોન

Updated: May 30th, 2022

GS TEAM

Google News
Google News
હૉપ શૂટ્સ: દુનિયાની સૌથી મોંઘી શાકભાજી,જેને ખરીદવા માટે તમારે લેવી પડશે લોન 1 - image


નવી દિલ્હી, તા. 30 મે 2022, સોમવાર

બજારમાંથી સૌથી મોંઘી શાકભાજી કઇ છે? આ સવાલ જો તમને કરવામાં આવે તો? પણ હા એક શાકભાજી છે જેનુ નામ કદાચ તમે સાંભલ્યુ હોય અને જો નહી સાંભળ્યુ હોય તો ચોક્કસથી તમને કિંમત સાંભળીને યાદ રહી જશે.

આ એક એવી શાકભાજી છે જે તમે ભાગ્યે જ કોઈ સ્ટોર કે માર્કેટમાં જોઇ હશે, આનુ કારણ એ છે કે તે બીયરમાં માટે ઉગાડવામાં આવે છે. તેના ફૂલોને 'હોપ કોન્સ' કહેવામાં આવે છે. ફૂલનો ઉપયોગ બીયરમાં થાય છે. તેની બાકીની ડાળીઓ ડુંગળીની જેમ સલાડમાં વાપરી શકાય છે. તેને કાચું પણ ખાઈ શકાય છે. આ શાક ખૂબ મસાલેદાર છે. તો તેનું અથાણું પણ બને છે. તેનું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે.

 શું છે કિંમત?

હૉપ શૂટ્સ: દુનિયાની સૌથી મોંઘી શાકભાજી,જેને ખરીદવા માટે તમારે લેવી પડશે લોન 2 - image

આ શાકભાજીની કિંમત લગભગ 80,000 થી 85,000 રૂપિયા પ્રતિ કિલો છે. જેની સામે તમને સોનાની કિંમત પણ સસ્તી લાગી શકે છે. એવુ તો શું છે આ શાકભાજીમાં કે આટલા ભાવે વેચાય છે, તો જાણો હોપ શૂટ્સની વિશેષતા... 

ઔષધિય ગુણ ધરાવતી શબ્જી

હોપ શૂટ્સનો ઉપયોગ વનસ્પતિ તરીકે પણ થાય છે. સદીઓથી દાંતના દુઃખાવાથી લઈને ટીબીની સારવારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હોપ્સમાં એન્ટિબાયોટિક ગુણધર્મો જોવા મળે છે. 

હૉપ શૂટ્સ: દુનિયાની સૌથી મોંઘી શાકભાજી,જેને ખરીદવા માટે તમારે લેવી પડશે લોન 3 - image

ઇતિહાસ

લગભગ 800 ઇસ્વીની આસપાસ આ શબ્જીના ગુણધર્મો વિશે જાણવા મળ્યુ હતુ.  જે બાદ લોકોને જાણ થઇ કેસ આ શાકભાજીને બીયરમાં ઉમેરવાથી બીયરના સ્વાદમાં વધારો થાય છે.હોપ શૂટમાં હ્યુમ્યુલોન અને લ્યુપુલોન નામનું એસિડ હોય છે, જે માનવ શરીરમાં કેન્સરના કોષોને મારવા માટે અસરકારક છે. 

સૌપ્રથમ, ઉત્તર જર્મનીના ખેડૂતોએ બીયરનો સ્વાદ વધારવા માટે આ શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું હતુ. તે દિવસોમાં બીયર બનાવવા માટે ઘણા કડવા નીંદણ અને ભેજવાળા છોડનો ઉપયોગ થતો હતો. જેના પર ટેક્સ પણ લાદવામાં આવ્યો હતો. 1710માં ઈંગ્લેન્ડની સંસદે હોપ શૂટ પર ટેક્સ લાદ્યો. જે સાથે તેને બીયરમાં ઉપયોગ માટે પણ ફરજિયાત બનાવી દીધુ ત્યારથી બિયરના સ્વાદને વધારવા માટે હોપ શૂટનો ઉપયોગ કરવામાં આવે છે.

Tags :