નાક પર પડતા ચશ્માના નિશાનથી આ રીતે મેળવો મુક્તિ
અમદાવાદ, 13 મે 2019, સોમવાર
નબળી દ્રષ્ટિના કારણે નાની ઉંમરમાં યુવક યુવતીઓને ચશ્મા આવી જાય છે. આ ઉપરાંત તડકાથી બચવા માટે પણ લોકો ચશ્માનો ઉપયોગ કરતા હોય છે. સવારથી સાંજ સુધી ચશ્મા પહેરવાથી નાક પર નિશાન પડી જાય છે. આ નિશાન સુંદર ચહેરા પર દાગ સમાન દેખાય છે. આ નિશાન દૂર કરવા માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણી લો કે કેવી રીતે ચહેરા પરના નિશાન દૂર કરી શકાય.
એલોવેરા
ત્વચા માટે કૂલિંગ એજન્ટ છે એલોવેરા, ચશ્માના કારણે નાક પર જે નિશાન થાય છે તેને દૂર કરવા માટે એલોવેરાના ગરને નાક પર લગાવો. 10 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી સાફ કરી લો.
બટેટા
બાફેલા બટેટાની પેસ્ટને આ નિશાન પર 15 મિનિટ લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તેને સાફ કરી લો.
કાકડી
કાકડીની સ્લાઈસ કરી અને આ નિશાન પર મુકો. આંખની આસપાસ પણ આ સ્લાઈસ રાખવી. થોડા જ દિવસોમાં નિશાન ગાયબ થઈ જશે.
લીંબુ
પાણી સાથે લીંબૂનો રસ ઉમેરી અને રૂની મદદથી ચહેરા પરના નિશાન પર લગાવો. 15 મિનિટ બાદ મોં ધોઈ લો.