Get The App

હેર ફોલના કારણે વાળનો ગ્રોથ ઘટી રહ્યો છે? તો અજમાવો આ અસરકારક ટિપ્સ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
Home Remedies to Get rid of Thin Hairline


Home Remedies to Get rid of Thin Hairline: વર્તમાન સમયમાં વાળનો ગ્રોથ ઓછો થવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેનું મુખ્ય કારણ ફાસ્ટ ફૂડનું સેવન, તણાવ, હોર્મોનલ ઈમબેલેન્સ, રાસાયણિક ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ અને વાળની ​​અયોગ્ય સંભાળ હોઈ શકે છે. નબળા અને પાતળા વાળ ફક્ત આપણી સુંદરતાને જ નહીં પરંતુ આત્મવિશ્વાસને પણ ઘટાડી શકે છે.

એવામાં જો આ ઘટતા ગ્રોથ અંગે યોગ્ય સમયે ધ્યાન આપવામાં આવે, તો આ સમસ્યાને અટકાવવી સરળ છે. વાળનો ગ્રોથ ઘટતો અટકાવવા માટે અહીં કેટલીક અસરકારક ટિપ્સ છે, જે તમને તમારા વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરશે.

આ ઘરેલું ઉપાયો હેર ફોલ અટકાવશે અને વાળનો ગ્રોથ વધારશે 

એલોવેરા જેલ

એલોવેરા જેલને માથાની ​​પાથી પર 30 મિનિટ સુધી લગાવી રાખો. આ પછી, વાળને નવશેકા પાણીથી ધોઈ લો. જો તમે ઇચ્છો તો, તમે એલોવેરા જેલ સાથે અડધી ચમચી લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. એલોવેરામાં રહેલા એન્જાઈમ્સ અને વિટામિન્સ વાળને હાઇડ્રેટ કરીને વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

મેથી દાણાની પેસ્ટ 

આ ઉપાય કરવા માટે 2 ચમચી મેથીના દાણાને રાતભર પાણીમાં પલાળી રાખો. સવારે મેથીને પીસીને પેસ્ટ બનાવો અને તેને માથાની પાથી પર 30 મિનિટ સુધી લગાવી રાખો. નિર્ધારિત સમય પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. મેથીમાં હાજર પ્રોટીન અને નિકોટિનિક એસિડ વાળને મજબૂત બનાવીને વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. 

નાળિયેર તેલ અને લીમડાના પાનનો ઉપાય

વાળમાં નાળિયેર તેલ લગાવવાથી વાળના મૂળને ઊંડે સુધી પોષણ મળે છે જ્યારે લીમડાના પાન ગ્રોથને વધારવામાં મદદ કરે છે. આ ઉપાય કરવા માટે 2 ચમચી નાળિયેર તેલમાં 10-12 લીમડાના પાન ઉમેરો અને તેને થોડું ગરમ ​​કરો. જ્યારે તેલ ઠંડુ થઈ જાય, ત્યારે આ તેલથી હળવા હાથે માલિશ કરો અને તેને આખી રાત રહેવા દો અને સવારે માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો જેથી વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. 

ડુંગળીનો રસ

ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે. ડુંગળીને પીસીને તેનો રસ કાઢો. તેને રૂની મદદથી વાળની ​​પાથી પર લગાવો. 30 મિનિટ પછી શેમ્પૂ કરો. અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરો. જો માથાની ચામડીમાં દુર્ગંધ કે બળતરા થતી હોય, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો.

આ પણ વાંચો: વોશિંગ મશીનમાં Kgનો શું છે મતલબ? જાણીલો નહીતર વીજળી બિલના આંકડા ચોંકાવી દેશે

આમળા પાવડર અને મધ

આમળામાં વિટામિન સી હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે અને મધમાં મોશ્ચર જાળવી રાખે છે. 1 ચમચી આમળા પાવડરને 1 ચમચી મધ સાથે ભેળવીને પેસ્ટ બનાવો અને તેને વાળની ​​પાથી પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ નાખો. અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરો અને હંમેશા તાજી પેસ્ટનો ઉપયોગ કરો.

હેર ફોલના કારણે વાળનો ગ્રોથ ઘટી રહ્યો છે? તો અજમાવો આ અસરકારક ટિપ્સ 2 - image

Tags :