હિના ખાને શેર કરી હોમ મેડ વેક્સ બનાવવાની રીત
- જાણો, ઘરેલૂ નુસ્ખાથી કેવી રીતે અનિચ્છનીય વાળથી છૂટકારો મેળવશો?
નવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ 2020, શુક્રવાર
મહિલાઓ માટે અનિચ્છનીય વાળ માથાનો દુખાવો હોય છે. કોરોના વાયરસ દરમિયાન અનિચ્છનીય વાળ દૂર કરવા ઘણુ મુશ્કેલ બની ગયું છે. કોરોના વાયરસના કારણે પાર્લરમાં જવું જોખમી બની શકે છે. પોતાની સેફ્ટી માટે મહિલાઓ પાર્લરમાં જવાનું ટાળી રહી છે. એવામાં અનિચ્છનીય વાળ દૂર કરવું અને વેક્સિંગ કરવું ઘણું જરૂરી બની ગયું છે. ઘરે જ સરળતાથી વેક્સ બની શકે છે. ટીવી એક્ટ્રેસ હિના ખાને ઘરે જ વેક્સ કરવાની પદ્ધતિ જણાવી છે. ઘરે તમે ખાંડ, લીંબૂની મદદથી વેક્સ બનાવી શકો છો. જાણો, વેક્સ બનાવવાની પદ્ધતિ વિશે...
હોમ મેડ વેક્સ
હોમ મેડ વેક્સ બનાવવા માટે તમારે ખાંડ, લીંબૂનો રસ અને પાણી લો. 1 કપ ખાંડ, અડધો કપ લીંબૂનો રસ અને 1 કપ પાણી લો.
વેક્સ બનાવવાની રીત
સૌથી પહેલા એક મોટા બૉઇલિંગ પેન લઇ લો હવે તમામ ઇન્ગ્રીન્ડિયટ્સને મીડિયમ આંચ પર ગરમ થવા દો અને એક ચમચીની મદદથી હલાવતા રહો. હિના ખાને જણાવ્યું કે વેક્સ સતત હલાવતા રહેવું કારણ કે માત્ર આ જ પરફેક્ટ હોમ મેડ વેક્સ બનાવવાની પદ્ધતિ છે. વેક્સ ગરમ કરતી વખતે ધ્યાન આપવું જોઇએ કે વાસણના સાઇડમાં જો ખાંડ જમા થવા લાગે તો તેને હટાવી દો. વેક્સને યૂઝ કરતી વખતે ધ્યાન આપો કે તમે વધુ ગરમ વેક્સનો ઉપયોગ ન કરો. વેક્સ ઠંડું થવા દો અને ત્યારબાદ વેક્સનો ઉપયોગ કરો.
હોમ મેડ વેક્સનો ફાયદો
ઘરે હોમ મેડ વેક્સ બનાવવાથી પૈસાની બચત થાય છે. આ સાથે જ ઘરમાં બનાવવામાં આવેલ વેક્સમાં કેમિકલનો ઉપયોગ થતો નથી જે સ્કિન માટે ખૂબ જ લાભદાયી હોય છે.