વર્ક ફ્રોમ હોમ દરમિયાન જરૂરી છે હાઇ-ક્વૉલિટી વાતાવરણ
- ઘરમાં જ મન લગાવીને કામ કરવું હોય તો બનાવો આ પ્રકારની ઑફિસ
નવી દિલ્હી, તા. 13 જુલાઇ 2020, સોમવાર
વર્ક ફ્રોમ હોમમાં તમારી ઑફિસ કંઇક એવી હોવી જોઇએ, જ્યાં કામ કરવા માટે હાઇ-ક્વૉલિટી વાતાવરણ મળી શકે. કલર સ્કીમ, લાઇટ, ડેસ્ક ડિઝાઇન અને ચેરની સ્ટાઇલ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
કંઇક આ પ્રકારની હોવી જોઇએ તમારી ચેર
1. ટ્યૂલિપ સ્ટાઇલ ચેર : ઘરે જ ઑફિસ ખોલીને બેઠા છો તો જરાક સ્ટાઇલ પણ અજમાવી જુઓ. કંઇક અલગ અનુભવવા ઇચ્છો છો તો પોતાની ખુરશીમાં ટ્યૂલિપ સ્ટાઇલની ચેર પસંદ કરી શકો છો. એલ્યુમિનિયમ બેઝ આ ખુરશીમાં એબીએસ પ્લાસ્ટિક સીટ આવે છે.
2. સ્ટાઇલ ચેર : કેટલાય ડિઝાઇન એવોર્ડ્સ મેળવનાર આ ગોલ્ડન ખુરશી ન માત્ર દેખાવમાં આકર્ષક લાગે છે પરંતુ સ્ટેકેબલ પણ છે અને આઉટડૉર ફ્રેન્ડલી પણ છે. આ ચેર પાંચ રંગમાં આવે છે.
3. ફ્યૂચરિસ્ટિક લુક : ત્રિકોણીય શેપમાં મેશ બેક ચેર છે જેમાં પરફેક્ટ બેક સપોર્ટ તમને મળી શકે છે.
4. વન પીસ ચેર : આ ચેરનો શેપ તમારા પોસ્ચર જાળવી રાખશે.
5. સ્ટીલકેસ જેસ્ચર ચેર : આ ચેરમાં આર્મ રેસ્ટનો એન્ગલ સુવિધા અનુસાર બદલી શકાય છે.
આ બધી વસ્તુઓથી મળશે આરામ
1. એર્ગોનોમિક ચેર :
ડેસ્ક પર તમારા પોસ્ચર ઠીક ન હોવાને કારણે તમને પીઠનો દુખાવો અથવા ગળાનો દુખાવો થઇ શકે છે, એવામાં તમારે એર્ગોનૉમિક ચેર પસંદ કરવી જોઇએ. આ ખુરશી પર બેસવાથી બેક પેન થતો નથી અને તમારું ફોક્સ પણ વધે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે કર્મચારીઓને એર્ગોનૉમિક ચેર આપવામાં આવી છે તેમની પ્રોડક્ટિવિટી 17.7 ટકા સુધી વધી હતી.
2. બ્લ્યૂટુથ સ્પીકર્સ
સંગીત મગજને રિલેક્સ તો કરે જ છે આ સાથે જ શરીરની ઊર્જા પણ વધારે છે. એક અભ્યાસ અનુસાર જે લોકોએ સંગીત સાંભળતા કામ કર્યુ હતુ તે લોકો વધારે ઝડપી અને શ્રેષ્ઠ કામ કરી શક્યા હતા. વર્ક પ્લેસ પર સારી ક્વૉલિટીના બ્લ્યૂટુથ સ્પીકર્સ સામેલ કરો.
3. સૉફ્ટ લાઇટ ડેસ્ક લેમ્પ
રિસર્ચ જણાવે છે કે દિવસમાં પ્રાકૃતિક રોશની ખુબ જ વધારે મહત્ત્વ ધરાવે છે. તેનાથી આપણા મગજ અને શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ જ રીતે વર્ક પ્લેસ પર સૉફ્ટ લાઇટ્સ સકારાત્મક માહોલ બનાવે છે જેનાથી ફોક્સ કરવું સરળ બની જાય છે.
4. એર્ગૉનોમિક કી-બોર્ડ બોડી રિલેક્સ
વર્ક સ્ટેશન પર એર્ગોનૉમિક કી-બોર્ડ હોવાથી હથેળીઓને આરામ મળે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એર્ગોનૉમિક એસેસરીઝથી પ્રોડક્ટિવિટી વધે છે અને બોડી પણ રિલેક્સ થાય છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- કામ કરવા માટે આકર્ષક વાતાવરણ બનાવવા માંગો છો તો વર્ક સ્પેસમાં બ્રાઇટ રંગો સામેલ કરો.
- વ્હાઇટ ડેસ્ક છે તો તેની પાછળ વુડન વૉલ પેનલ આપી શકાય છે. તેનાથી એક ટેક્સચર્ડ બેકડ્રોપ મળશે.
- પરિવારથી દૂર કામ કરવા નથી ઇચ્છતા તો રૂમમાં વચ્ચે કાચનું ડિવાઇડર બનાવી શકો છો. તેનાથી બેકાર ધ્વનિ તમને ડિસ્ટર્બ નહીં કરે પરંતુ તમે આરપાર બધુ જ જોઇ શકશો.
- લાઇટ્સ માત્ર ડાઇનિંગ એરિયા માટે જ નથી હોતી તેને તમે તમારા ડેસ્ક પર પણ લગાવી શકો છો.
- ટિપિકલ ઑફિસ ચેરની જગ્યાએ લૉન્જ ચેર અથવા નાની સોફા ચેર રાખી શકો છો..
- કામ કરતી વખતે તમે ખુરશી પરથી કેટલીય વાર ઊભા થાવ છો તો રિવૉલ્વિંગ ચેર રાખો. તેનાથી તમે પીઠનો દુખાવો થવાથી બચી શકો છો.
- જે રૂમમાં તમે ઓફિસ શરૂ કરીને બેઠા છો તે રૂમ જો નાનો હોય તો તમે પોતાના ડેસ્કની પાછળ અરીસો પણ લગાવી શકો છો. આ પ્રકારે રૂમ મોટો હોવાનો અનુભવ થાય છે અને પર્યાપ્ત રોશની પણ મળી રહે છે.
- હેડબોર્ડ ડેસ્ક બનાવી શકાય છે. જે તમારા બેડ સાથે કનેક્ટેડ રહેશે.
- શક્ય હોય ત્યાં સુધી તમારી વર્ક પ્લેસ ઘરમાં કોઇ એવા ખૂણામાં બનાવો જ્યાં સામે બારી હોય અને આંખ સામે હરિયાળી જોવા મળે. જે તમને સારું ફીલ કરાવશે.
- જો તમે નથી ઇચ્છતા કે તમારું વર્ક પ્લેસ વધારે આકર્ષક લાગે અથવા લોકોનું ધ્યાન તમારી તરફ ખેંચાય તો નાની જગ્યામાં ઓછામાં ઓછી ડિઝાઇનમાં સ્લિમ લાઇન ડેસ્ક અને એક લૉ-બેક ચેર બનાવડાવો.