કિડની સ્ટોન થતા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
કિડની સ્ટોન થતા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો 1 - image

Image:Freepik

Kidney Stone Symptoms : ઘણા લોકો કિડનીમાં પથરીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. પથરીની સમસ્યા ખરાબ જીવનશૈલી અને ખરાબ આહારના કારણે થાય છે. અયોગ્ય આહારને કારણે કિડનીને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. પથરી ત્યારે બને છે જ્યારે કેલ્શિયમ, ઓક્સાલેટ અને યૂરિક એસિડ જેવા પદાર્થ શરીરમાંથી બહાર નથી નીકળી શકતાં અને પથરીનું રૂપ લઇ લે છે.

કિડનીમાં સ્ટોનની સમસ્યાના કારણો

કિડની શરીરનું એક મહત્વનું અંગ છે જે લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તે શરીરમાંથી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. જ્યારે તમારો આહાર અને જીવનશૈલી ખરાબ હોય ત્યારે આ ગંદકી ગાંઠમાં ફેરવાઈ જાય છે. જેના કારણે કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. આનાથી ઘણી મુશ્કેલી થઈ શકે છે. કિડનીમાં પથરીના લક્ષણો લાંબા સમય પછી દેખાય છે.શરીરમાં જોવા મળતા કેટલાક લક્ષણો કિડની સ્ટોનનો સંકેત આપે છે. 

કિડનીમાં પથરીના લક્ષણો

પથરી ત્યારે બને છે જયારે તમે જે ખોરાક લો છો અને તેમાંથી નીકળતી અશુદ્ધિઓ કિડની અથવા તો પેશાબની નળીમાં જમા થવા લાગે છે.

પેટના નીચેના ભાગમાં દુખાવો થવો: જો તમારો દુખાવો આ ભાગોમાં અચાનક શરૂ થાય છે અને આ દુખાવો ક્યારેક તીવ્ર અને ક્યારેક ઓછો હોઈ શકે છે.

રક્તસ્રાવ: પથરીને કારણે રક્તસ્ત્રાવ પણ સામાન્ય છે.

કિડની સ્ટોન થતા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો 2 - image

પેશાબની નળીઓમાં બળતરા અને ચેપ: જો પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થાય છે, તો તે કિડનીની પથરી અને ચેપને કારણે હોઈ શકે છે.

શરીરમાં મિનરલ્સની અછત

જ્યારે કેલ્શિયમ, ઓક્સાલેટ, યુરિક એસિડ જેવા મિનરલ્સ બનવા લાગે છે, ત્યારે તે પથરીનું કારણ બની શકે છે. વધુ પડતું કેલ્શિયમ અને ઓક્સાલેટ પથરી બનાવે છે.

આ પણ વાંચો:  કિડની સ્ટોનના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઇએ આ વસ્તુઓ

શરીરમાં પાણીની ઉણપ: વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તે પેશાબના પ્રવાહને નિયંત્રિત કરે છે અને કિડનીમાં પથરી બનતા અટકાવે છે. 

વધુ પડતું મીઠું, પ્રોટીન અને ખાંડ ખાવાથી કિડનીમાં પથરી થઈ શકે છે.

સ્થૂળતા અને ડાયાબિટીસના કારણે કિડની ઈન્ફેક્શન અને પથરીની સમસ્યા થઈ શકે છે.



Google NewsGoogle News