Get The App

30 દિવસમાં ઘટી જશે 3 કિલો વજન, પાણી સાથે પીવાનું શરૂ કરો આ વસ્તુ

Updated: Jun 14th, 2019

GS TEAM


Google News
Google News
30 દિવસમાં ઘટી જશે 3 કિલો વજન, પાણી સાથે પીવાનું શરૂ કરો આ વસ્તુ 1 - image


અમદાવાદ, 14 જૂન 2019, શુક્રવાર

વજન વધી તો ઝડપથી જાય છે પરંતુ તેમાં ઘટાડો કરવામાં દિવસે તારા દેખાય જાય છે. પરંતુ જો તમને જાણવા મળે એવો રસ્તો કે જે સરળ હોય અને અસરકારક તો? જી હાં ઈસબગોલ એવી વસ્તુ છે જેને નિયમિત પીવાથી વધેલું વજન ઝડપથી ઘટવા લાગે છે. પાણી અથવા તો જ્યૂસમાં ઉમેરી નિયમિત રીતે ઈસબગોલ પીવાનું શરૂ કરશો એટલે 1 મહિનામાં જ 3 કિલો જેટલું વજન ઘટી જશે.  ઈસબગોલ એવી વસ્તુ છે જેમાં અનેક ગુણ છે. આ ઔષધિ માત્ર વજન ઘટાડે છે તેમ નથી, તેને પીવાથી કબજિયાત પણ દૂર થાય છે અને શરીર પણ ડિટોક્સ થાય છે. તો ચાલો આજે જાણો ઈસબગોલથી થતા લાભ વિશે. 

વજન ઘટાડવા માટે

ઈસબગોલને પાણી અથવા કોઈપણ જ્યૂસમાં પલાળી રાખવાથી તે ફુલી જાય છે. 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી ઈસબગોલ ઉમેરી અને પી જવું જોઈએ. આ પાણી પીવાથી લાંબા સમય સુધી ભુખ લાગશે નહીં અને પેટ ભરેલું જણાશે. આ પાણી પીવાથી શરીરમાં કેલેરી વધતી પણ નથી. વજન ઘટાડવું હોય તેણે દિવસેમાં 2 વાર ઈસબગોલનું પાણી પીવું જોઈએ. વજન ઘટાડવું હોય તેણે રાત્રે ભોજન કરવાને બદલે ઈસબગોલ લેવું અને સવારે નાસ્તો કર્યા પછી આ પાણી પી લેવું. પરંતુ જો ઈસબગોલ લીધા બાદ પેટ ખરાબ થઈ જાય તો આ પ્રયોગ કરવો નહીં.

ડિટોક્સિફિકેશન માટે બેસ્ટ

જો તમને કિડનીની તકલીફ હોય, એસિડિટી કે કબજિયાત હોય તો ઈસબગોલ જરૂરથી લેવું. તે શરીરને ડિટોક્સ કરે છે. ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી તેનાથી પટ સરળતાથી સાફ થાય છે અને તરસ પણ વારંવાર લાગે છે. શરીરના ઝેરી તત્વો તેનાથી ઝડપથી બહાર નીકળી જાય છે. 

કેલેરીનું પ્રમાણ ઓછું

ઈસબગોલની 2 ચમચીમાં માત્ર 32 કેલેરી હોય છે એટલા માટે જ તેનું સેવન જ્યારે કરો છો ત્યારે પેટ ભરેલું જણાય છે. ઈસબગોલને ડેલી ફાયબર સપ્લિમેન્ટ તરીકે પણ લઈ શકાય છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન વધતું નથી.

આ રીતે પીવું ઈસબગોલ

ગરમ પાણીમાં ઈસબગોલને મિક્ષ કરો. જ્યારે તે ફૂલી જાય ત્યારે તેનું સેવન કરવું. જો કે ઈસબગોલમાં કોઈ સ્વાદ હોતો નથી તેથી તેને જ્યૂસમાં ઉમેરીને પીવાથી તે સ્વાદિષ્ટ પણ લાગે છે. વજન ઘટાડવા માટે જ્યારે સૌથી વધારે ભૂખ લાગતી હોય ત્યારે 2 ચમચી ઈસબગોલવાળું પાણી પીવાની ટેવ પાડો.



Tags :