For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

New Year 2021 Celebration : ભારત સહિત વિશ્વભરમાં નવા વર્ષ 2021નું જશ્ન..!

Updated: Dec 31st, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી 2021, શુક્રવાર 

કોરોના સંકટ વચ્ચે ભારત, અમેરિકા, ન્યૂઝીલેન્ડ સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. કોરોના ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ વચ્ચે વર્ષ 2021નો આગાઝ થઇ રહ્યો છે. નવા વર્ષની શરૂઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડથી થઇ અને હવે ભારતમાં પણ નવા વર્ષે ધમાકેદાર અંદાજમાં દસ્તક દીધી છે.. નવુ વર્ષ એટલે કે વર્ષ 2021થી નવી આશાઓ આ પરિસ્થિતિને થોડીક સામાન્ય કરી દેશે. 

ભારતની રાજધાની દિલ્હી, મુંબઇ, કર્ણાટક સહિત તમામ શહેરોમાં ખૂબ જ આકર્ષક લાઇટિંગ કરવામાં આવી છે. 

દિલ્હીના નોર્થ બ્લૉક અને સાઉથ બ્લૉકને સજાવવામાં આવ્યા છે. ત્યારે મુંબઇમાં કેટલીય જગ્યાઓ પર નવા વર્ષના સ્વાગત માટે સુંદર સજાવટ કરવામાં આવી છે. જુઓ અલગ-અલગ તસવીર અને વીડિયો મારફતે નવા વર્ષ 2021ની ઉજવણીના રંગીન નજારાઓ...

કોરોના ગાઇડલાઇન્સ વચ્ચે ન્યૂયર ઇવનિંગના દિવસે મોટી સંખ્યામાં લોકો મુંબઇના જુહૂ બીચ પર પહોંચ્યા. જો કે નાઇટ કર્ફ્યૂના કારણે લોકોએ 11 વાગ્યા સુધીમાં બીચ ખાલી કરવા પડ્યા. 

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં નવા વર્ષનું જશ્ન કંઇ આ પ્રકારે મનાવવામાં આવ્યું. 

નવા વર્ષની સાંજે કર્ણાટકની રાજધાની બેંગલૂરૂના એમજી રોડ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા ટીમ તૈનાત કરવામાં આવી છે. સીઆરપીસીની કલમ 144 હેઠળ શહેરમાં પ્રતિબંધ રાખવામાં આવ્યું છે અને 1 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. 

ઓડિશામાં કલાકાર માનસ કુમાર સાહૂએ નવા વર્ષને લઇને પુરીના ગોલ્ડન બીચ પર શાનદાર કલાકૃતિ બનાવી છે. તેમણે રેતી પર 2021 હેપ્પી ન્યૂ યરની કોતરણી કરી છે. આ કલાકૃતિ તૈયાર કરવામાં તેમને 7 કલાક થયા હતા. 

રાજધાની દિલ્હીમાં નવા વર્ષનું જશ્ન શરૂ થઇ ગયું છે. દિલ્હીના નોર્થ અને સાઉથ બ્લૉક નવા વર્ષના જશ્નમાં રોશનીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે.

વિશ્વના બાકીના દેશોને છોડીને ન્યૂઝીલેન્ડ સૌથી પહેલા નવા વર્ષનું જશ્ન મનાવી રહ્યું છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે નવા વર્ષનું જશ્ન કંઇક અલગ રીતે મનાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના લોકો પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. 

દક્ષિણ આફ્રીકાની રાજધાની સિયોલમાં નવા વર્ષના સ્વાગતમાં જશ્નની તૈયારીઓ શરૂ. 

ફિઝીમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઇ ચુકી છે. 

ન્યૂઝીલેન્ડ બાદ ઑસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષનું આગાઝ થયો છે. 

સિડનીના વિશ્વ પ્રસિદ્ધ સિડની હૉર્બરમાં શાનદાર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા લોકો નવા વર્ષનો આગાઝ કરવા ત્યાં પહોંચ્યા છે. 

મુંબઇમાં સુરક્ષાની વ્યવસ્થા 

મુંબઇમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખતા કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. જેના હેઠળ 5 અથવા 5થી વધારે લોકોને એકઠાં થવાની પરવાનગી નથી. અહીં રાત્રે 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ છે. 11 વાગ્યા બાદ રેસ્ટોરન્ટ, બાર, પબ, બીચ અથવા ધાબે પાર્ટી કરવાની પરવાનગી નથી. મુંબઇ પોલીસના પ્રવક્તાએ કહ્યુ, અમે ડ્રોનથી નજર રાખી રહ્યા છીએ. 

Gujarat