Get The App

આ રીતે કરશો હેર ડ્રાયરનો ઉપયોગ તો વાળને નહીં થાય નુકસાન

Updated: Apr 26th, 2019

GS TEAM

Google News
Google News
આ રીતે કરશો હેર ડ્રાયરનો ઉપયોગ તો વાળને નહીં થાય નુકસાન 1 - image


અમદાવાદ, 26 એપ્રિલ 2019, શુક્રવાર

વાળ સુકાવા માટે મોટાભાગના લોકો હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ નિષ્ણાંતો માને છે કે હેર ડ્રાયરનો વધારે પડતો ઉપયોગ વાળને ખરાબ કરી શકે છે. હેર ડ્રાયરનો ઉપયોગ રોજ કરવાથી વાળની કુદરતી ચમક જતી રહે છે. જો અનિવાર્ય સંજોગો હોય અને હેર ડ્રાયરનો ઉપયોગ કરવો જ પડે તેમ હોય તો આ બાબતોને ધ્યાનમાં રાખી અને તેનો ઉપયોગ કરવો જેથી વાળને નુકસાન થાય નહીં.

- હેર ડ્રાયરને વાળથી 7થી 8 ઈંચ દૂર રાખવું, જેથી વાળ બળી ન જાય.

- ડ્રાયરનું તાપમાન વાળ અનુસાર સેટ કરો. જો વાળ કર્લી હોય તો સામાન્ય તાપમાન રાખવું અને જો વાળ પાતળા હોય તો સામાન્ય કરતા પણ ઓછું તાપમાન સેટ કરવું.

- હેર ડ્રાયરનો ઉપયોગ કરતા પહેલા વાળમાં કંડીશ્નર અચુક કરવું તેનાથી વાળ ડેમેજ થતા અટકશે.

- વાળને સેટ કરવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હોય તો પણ વાળને પહેલા ભીના કરી લેવા. 

- વાળ પર સીરમ લગાવીને પણ હેર ડ્રાયરથી થતા નુકસાનથી વાળને બચાવી શકાય છે. 

hair dryer use side effect and tips for damage hair 

Tags :