Flax Seeds For Hair Care : જાણો, વાળને સિલ્કી અને સ્મૂથ બનાવવા માટે શું કરશો?
નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર
ઋતુ અને લાઈફસ્ટાઇલમાં ફેરફારની અસર આપણા વાળ પર જોવા મળે છે. પ્રદૂષણભર્યા વાતાવરણમાં વાળના શુષ્ક અને બેજાન થવું ખૂબ જ સામાન્ય થઇ ચુક્યુ છે. વાળના ખરાબ થવા પર લોકો પાર્લર અથવા હેર એક્સપર્ટના ચક્કર લગાવે છે. કેટલાક લોકો કેરાટિન અથવા સ્મૂધનિંગ વગેરે કરાવીને પોતાના વાળને કેટલાય હદ સુધી સુધારી પણ લે છે.
આ કેમિકલ પ્રક્રિયાઓ વાળને થોડાક સમય સુધી જ ધ્યાન રાખી શકે છે. તેની અસર ખત્મ થતાં જ વાળ પહેલાથી પણ વધારે શુષ્ક અને બેજાન થઇ જાય છે. પોતાના વાળનું ધ્યાન રાખવા માટે કેમિકલ ટ્રીટમેન્ટ્સ લેવાની જગ્યાએ ઘરેલૂ નુસ્ખા અજમાવવા વધુ યોગ્ય હોય છે.
અળસીના બીજમાં છે સ્વાસ્થ્યનો ખજાનો
ક્યારેક-ક્યારેક સ્વાસ્થ્ય તેમજ સૌંદર્યનો ખજાનો આપણા ઘરમાં જ હોય છે પરંતુ આપણને ખબર નથી હોતી. ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બીજનું વજન ઓછું કરવા અને વાળ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાની સાથે જ તેનું જેલ બનાવીને ચહેરા અને વાળ પર લગાવવાનું ઘણું ફાયદાકારક હોય છે.
અળસીના બીજ વાળનું ધ્યાન રાખશે
અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ ફેટી એસિડ વાળ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ફ્લેક્સ સીડ્સ ખરાબ તેમજ શુષ્ક વાળ માટે ગુણકારી ઔષધિ સાબિત થાય છે. અળસીના નિયમિત ઉપયોગ અને સેવનથી ડેન્ડ્રફ, ખંજવાળ અને વાળને તૂટવા જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકે છે. વાળને સિલ્કી બનાવવા માટે ઘરે અળસીના બીજનું જેલ બનાવીને તેનો ઉપયોગ કરો.
અળસીના બીજમાંથી બનાઓ અસરકારક હેર જેલ
પોતાના વાળને નમી અને પોષણ પ્રદાન કરવા માટે ફ્લેક્સ સીડ એટલે કે અળસીના બીજનો ઉપયોગ કરો. કેટલાય સેલેબ્રિટીઝ તેમના હેરકેર રૂટીનમાં પણ આ ઘરેલૂ નુસ્ખા સામેલ થાય છે. તેના માટે અડધો કપ ફ્લેક્સ સીડને પાણીમાં ઉકાળીને દળી લો. તેનાથી એક જેલ તૈયાર થઇ જશે. આ હેર જેલને અડધા કલાક સુધી વાળમાં લગાવી રાખ્યા બાદ ધોઇ નાંખો.