FOLLOW US

આને કહેવાય અસલી જુગાડ, થાર ખરીદવા માટે પૈસા નહોતા તો કર્યો એવો જુગાડ કે બનાવી દીધી મિનિ થાર

આ મિનિ થાર માત્ર 6 મહિનામાં જ તૈયાર કરી છે. અને તેની કિંમત બે લાખ છે.

Updated: Apr 6th, 2023

Image Twitter

લખનઉ, તા. 6 એપ્રિલ 2023, ગુરુવાર 

જો તમારી પાસે પૈસા ન હોય પરંતુ તમારી પાસે કળા હોય તો ચોક્કસથી તમે કામયાબી હાસિલ કરી શકો છો. આવી જ એક ઘટના લખનઉના ચિનહટમાં રહેનારા સુફિયાન ખાન નામના વ્યક્તિ પાસે જોવા મળી. આ વ્યક્તિ પાસે થાર ખરીદવા માટે પૈસા નહોતા તો તેને પોતાની આર્થિક કમજોરીને કળામાં બદલી નાખી. તેણે પોતાની મિકેનિકલ હુનરનો ઉપયોગ કરી મિનિ થાર બનાવી દીધી. અને તે પણ બેટરીવાળી થાર બનાવી દીધી. નવાઈની વાત તો એ છે કે આ મિનિ થાર માત્ર 6 મહિનામાં જ તૈયાર કરી છે. અને તેની કિંમત બે લાખ છે. 

થારમાં ઈ-રિક્ષાની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

આ થારમાં ઈ-રિક્ષાની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુફિયાનના કહેવા પ્રમાણે તે કાર લઈને બજારમાથી પસાર થાય છે ત્યારે લોકો તેને જોતા જ રહી જાય છે. અને ઘણા લોકો તો તેની સાથે સેલ્ફી લેવા આવતા હોય છે. 

શું છે આ થારની ખાસિયત

સુફિયાનના કહેવા પ્રમાણે આ થારની માઈલેજ 120 કિલોમીટર છે, તેની બેટરી માત્ર ત્રણ કલાકમાં જ ચાર્જ થઈ જાય છે. અને તેમા 6 લોકો આરામથી બેસી શકે છે. પરંતુ ટ્રાફિક પોલીસના કેટલાક નિયમો છે. એટલે તેનુ પાલન કરતા આ થારને માત્ર ઘરની નજીકમા જ ઉપયોગ કરીએ છીએ. તેમણે કહ્યુ કે તેમા સીટ બેલ્ટ નથી પરંતુ બનાવી લેવામાં આવશે.  આ થારમાં મ્યુઝિક સિસ્ટમ પણ બનાવવામાં આવી છે.અને તેમા લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે દેખવામાં બહુ જ સુંદર લાગે છે. આ સાથે તેનો કલર લીલા રંગ કરવામાં આવ્યો છે. 

Gujarat
IPL-2023
Magazines