Get The App

ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે બેસનથી બનતા ફેસપેકનો ઉપયોગ કરો...!

Updated: Jun 29th, 2021


Google NewsGoogle News
ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે બેસનથી બનતા ફેસપેકનો ઉપયોગ કરો...! 1 - image

નવી દિલ્હી, તા. 29 જૂન 2021, મંગળવાર 

જે લોકોની ઑઇલી સ્કિન હોય છે તે જ લોકો જાણે છે કે ચીકણી ત્વચા કેટલું ઇરીટેટ કરે છે. તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ વગેરે સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ તમે આ સમસ્યાઓને માત્ર બેસનની મદદથી દૂર કરી શકે છે અને તમારી સ્કિન ખુલીને શ્વાસ લેવા લાગશે. કારણ કે, ચહેરાથી વધારાનું તેલ દૂર થવાથી રોમછિદ્રોને પર્યાપ્ત ઑક્સિજન મળી શકશે. જાણો, સ્કિન માટે બેસનના ઉપયોગ વિશે...

ઑઇલી સ્કિન માટે બેસનનું ફેસ પેક :-

ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઑઇલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે. 

બેસન અને દહીનું ફેસપેક :- 

દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે. તેના માટે થોડુક બેસન લઇને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ નાંખો. 

બેસન અને દૂધ ફેસપેક :- 

તૈલીય ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે. તેના માટે બેસનમાં થોડુક દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો અને ચહેરાને સામાન્ય પાણીથી ધોઇ નાંખો.. તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. 

બેસન અને હળદર ફેસપેક :-

બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે. તેના માટે બેસનમાં થોડીક હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ અને સુકવવા દો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો.. 

બેસન અને ટામેટાનું ફેસપેક :-

તમે ટામેટાની મદદથી ટેનિંગ દૂર કરી શકો છો અને બેસન ઑઇલ દૂર કરવામાં મદદ કરે છે. બેસનમાં થોડોક ટામેટાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી ધોઇ નાંખો. 

નોટ :- ત્વચા પર કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તેનો પેચ ટેસ્ટ કરી લો. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાંતની સલાહ લો. 


Google NewsGoogle News