For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માનવ શરીરની અંતિમ ક્રિયા માટે અગ્નિદાહ સારૂં કે દફન વિધિ ? રિપોર્ટમાં થયો ખુલાસો

Updated: Dec 28th, 2023

માનવ શરીરની અંતિમ ક્રિયા માટે અગ્નિદાહ સારૂં કે દફન વિધિ ? રિપોર્ટમાં થયો ખુલાસો

નવી મુંબઇ,તા. 28 ડિસેમ્બર 2023, ગુરુવાર 

મનુષ્યનું મૃત્યુ પણ નિશ્વિત છે. મૃત્યુ બાદ શરીરને બાળવામાં કે દફનાવવામાં આવે છે. દરેક ધર્મમાં અલગ અલગ રીતે દેહસંસ્કાર કરવામાં આવે છે. ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોમાં વિવિધ ધર્મો અનુસાર મૃતદેહોનો નાશ કરવામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો હિન્દુ ધર્મમાં અગ્નિસંસ્કાર થાય છે અને મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં દફનવિધિ કરવામાં આવે છે.  યહુદી ધર્મમાં આ કાર્ય એક અલગ પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. તમામ ધર્મોમાં, અંતિમ સંસ્કારની પ્રક્રિયા તેમની માન્યતાઓ અનુસાર પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન એ છે કે, અંતિમ સંસ્કારની કઈ પ્રક્રિયા વધુ સાચી છે? મૃતદેહને અગ્નિ આપવી કે દફનાવવો યોગ્ય છે? 

યુકેમાં કોસ્ટ ઓફ ડાઈંગ નામનો અહેવાલ પ્રકાશિત થયો છે. જેમાં આંકડાઓ શેર કરવામાં આવ્યા છે. 

ત્રણ સ્કેલ પર સંશોધન કરવામાં આવ્યું

યુકેમાં 57 ટકા અંતિમ સંસ્કારમાં રિવાજો અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 25 ટકા કેસમાં અગ્નિસંસ્કાર દફનવિધિ દ્વારા કરવામાં આવ્યા હતા, જ્યારે 18 ટકા કેસમાં સીધા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સીધા અગ્નિસંસ્કારમાં, કોઈ રિવાજો અથવા વિધિઓનું પાલન કરવામાં આવતું નથી. જેમાં પર્યાવરણ, કુટુંબ અને પૈસા વગેરેના માપદંડો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે

જો આપણે પરંપરાગત અગ્નિસંસ્કારની પ્રક્રિયા વિશે વાત કરીએ, તો કોઈના મૃત્યુ પછી, સામાન્ય રીતે ઘણા લોકો ભેગા થાય છે અને અંતિમયાત્રામાં સાથે આવે છે. ભારતમાં મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવે છે અને ત્યાર બાદ અગ્નિસંસ્કારની પ્રક્રિયા શરૂ થાય છે. 

અહીં પરિવારના પુત્ર અથવા ભાઈ દ્વારા અથવા કોઈ નજીકના વ્યક્તિ દ્વારા મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે મૃતદેહ બળી જાય છે ત્યારે તેના હાડકાં અને રાખને એક કળશમાં એકત્ર કરવામાં આવે છે. જે બાદ રાખને મનપસંદ જગ્યાએ જઇને પ્રવાહિત કરી શકાય છે.

આ સિવાય સમાધિ પણ બનાવી શકાય છે. આ પ્રક્રિયામાં પર્યાવરણ પણ પ્રદૂષિત થતું નથી. આંકડા દર્શાવે છે કે, અગ્નિસંસ્કારની પ્રક્રિયા ઘણી ઓછી ખર્ચાળ છે.

દફનવિધિ 

જો દફન કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં પણ મૃતદેહને કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે. પરિવારના સભ્યો, મિત્રો વગેરે આમાં સામેલ છે. જ્યારે મૃતદેહ કબ્રસ્તાનમાં પહોંચે છે, ત્યારે સંબંધિત ધર્મના અંતિમયાત્રીઓ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરે છે. આ પછી મૃતદેહને દફનાવવામાં આવે છે. આ પ્રક્રિયા વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. મૃતદેહને દફનાવ્યા પછી, ત્યાં એક કબર બનાવવામાં આવે છે, જેથી તેમના પ્રિયજનો ગમે ત્યારે તે સ્થળની મુલાકાત લઈ શકે. આ પ્રક્રિયા અગ્નિ સંસ્કાર કરતાં વધુ ખર્ચાળ છે.

ડાયરેક્ટ ક્રિમિનેશન 

આ પ્રક્રિયા હવે વિશ્વના ઘણા દેશોમાં અપનાવવામાં આવી રહી છે. એવું જરૂરી નથી કે, મૃતદેહની સાથે સંબંધીઓ હોય કે પરિવારનો કોઈ સભ્ય અંતિમ સંસ્કાર સુધી સાથે રહે. કોઈપણ વ્યક્તિ જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે. આમાં શરીરને મશીનો દ્વારા બાળવામાં આવે છે. આ પછી રાખ સોંપવામાં આવે છે. અંતિમ સંસ્કાર માટે આ સૌથી આર્થિક વિકલ્પ છે.

ધાર્મિક માન્યતાઓ-નિયમો અને પર્યાવરણ

જો કોઈને ભારતમાં કે વિદેશમાં અગ્નિસંસ્કાર કરવાનો હોય, તો દરેક વ્યક્તિ તેની ધાર્મિક માન્યતાઓ અનુસાર કરે છે. લોકો આવી બાબતોમાં પર્યાવરણ કે પૈસાની કાળજી લેતા હોય તે ઓછું જોવા મળે છે. 

હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયાને અનુસરે છે. જો કોઈ ઈસાઈ કે મુસ્લિમ ધર્મનું હોય તો તેઓ દફનવિધિને મહત્વ આપે છે. રિપોર્ટ ભલે ગમે તે કહેતી હોય પણ કેટલાક કાર્યો એવા છે જેમાં તથ્યો કામ આવતા નથી. એવી જ સદીઓથી ચાલી આવતી પરંપરાઓને કોઈ એમજ છોડી નથી દેતુ. રિપોર્ટ દ્વારા માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે, દુનિયામાં કઈ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. માનવીય લાગણીઓ આ સાથે કેટલી જોડાયેલી છે અને તેની તેમના પર કેટલી અસર થાય છે.

Gujarat