ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે આ વાતોનું રાખવું ધ્યાન, સુખદ રહેશે સફર
નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2020, ગુરુવાર
પહેલીવાર ફ્લાઈટમાં મુસાફરી કરવાની હોય ત્યારે ઘણા લોકો નર્વસ થઈ જતા હોય છે. મનમાં અનેક વિચારો આવે છે અને તૈયારી કરતી વખતે પણ લોકો અસમંજસમાં હોય છે કે કેવી રીતે તૈયારી કરવી કે જેથી યાત્રા સમયે કોઈ સમસ્યા ન સર્જાય.
આમ થવાનું કારણ હોય છે કે લોકોને એ વાતનો ખ્યાલ નથી હોતો કે યાત્રા કરતી વખતે શું જરૂરી છે તે વાતનો તેમને ખ્યાલ નથી હોતો. આજે તમને અહીં આ જ વાત જાણવા મળશે કે યાત્રાની તૈયારી કેવી રીતે કરવી કે સફર સુખદ અને યાદગાર બને.
1. હવાઈ યાત્રા કરવાની હોય ત્યારે ફ્લાઈટના સમય કરતાં દોઢ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જવું. એરપોર્ટ પર ચેકિંગ અને ઈમિગ્રેશન દરમિયાન ઘણો સમય લાગે છે.
2. ફ્લાઈટમાં મુસાફરી કરવા માટે માત્ર મોબાઈલમાં વિગતો હોય તે પૂરતી નથી. તમારે તમારી સાથે ફ્લાઈટની ટિકિટની પ્રિંટ રાખવી જરૂરી છે. કારણ કે એરપોર્ટમાં માત્ર એસએમએસ કામ નહીં લાગે.
3.કોઈપણ એક આઈડી પ્રૂફ સાથે રાખવું. તમે પેન કાર્ડ, આધાર કાર્ડ કે અન્ય કોઈપણ ફોટો આઈડી સાથે રાખી શકો છો.
4. એરપોર્ટમાં બોર્ડિંગ પાસના આધારે એન્ટ્રી મળશે. જે એરલાઈનથી તમે ટિકિટ બુક કરાવી હશે તેનું કાઉંટર એરપોર્ટ પર હશે અહીં તમારે ટિકિટ દેખાડી અને બોર્ડિંગ પાસ લેવાનો રહેશે.
5. ચેક ઈન કાઉંટર પર બોર્ડિંગ પાસ અને આઈકાર્ડ દેખાડવાનું રહેશે. ચેકિંગ પ્રોસેસ પછી બેગ ચેક કરાવી ટેગ કરાવી કાર્ગો સેકશનમાં મોકલવી પડશે. સામાન તમને લેડિંગ સમયે હેંડઓવર કરવામાં આવશે.
6. હવાઈ સફર દરમિયાન સૌથી અગત્યની વાત કે તમારા સામાનમાં હથિયાર, ધારદાર વસ્તુઓ, બ્લેડ, રેડિયોએક્ટિવ કે વિસ્ફોટક સામગ્રી ન હોવી જોઈએ.