વધતી ઉંમરે યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ! અનેક ઈન્ફ્લુએન્સર્સ કરે છે ફોલો
Flaxseed Face Mask: 30 વર્ષ પછી ચહેરા પર વધતી ઉંમરના નિશાન દેખાવા લાગે છે. યુવા દેખાવા માટે લોકો મોંઘી ક્રીમ અને ટ્રીટમેન્ટ લે છે. જોકે, આ ટ્રીટમેન્ટ મોંઘી હોવાની સાથે-સાથે હાનિકારક પણ હોઈ શકે છે. વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને તેને છુપાવવા માટે લોકો એન્ટી-રિંકલ ઈન્જેક્શન લેવાનું શરૂ કરે છે. પરંતુ એક વેલનેસ ઈન્ફ્લુએન્સર ઝરીફાએ એક ઘરેલું ઉપાય જણાવ્યો છે, આ ઉપાય કરવાથી તમે 20 વર્ષ નાના દેખાઈ શકો છો. 34 વર્ષીય વેલનેસ ઈન્ફ્લુએન્સર ઝરીફાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના 1.8 મિલિયન ફોલોઅર્સ સાથે પોતાના એન્ટી-એજિંગ સીક્રેટનો ખુલાસો કર્યો છે. તેણે એક વિડિઓ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, 'ઘરેલું ઉપાયથી ઉંમર પલટી નાખી.'
યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ
સૌથી પહેલા તે એક મોટી ચમચી અળસી (ફ્લેક્સ સીડ્સ)નો લોટ લે છે અને તેમાં અડધો કપ ઉકળતું પાણી મિક્સ કરે છે. આ ફેસ માસ્ક લગાવ્યા પછી ઝરીફાની ત્વચા કાચ જેવી થઈ ગઈ છે.
ખીલ અને પિગમેન્ટેશન ઘટાડે
વાસ્તવમાં ફ્લેક્સ સીડ્સમાં ફાઈબરથી ભરપૂર હોય છે અને આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડેન્ટ અને લિગ્નાન્સ જેવા પોષક તત્વો પણ મળી આવે છે. ફ્લેક્સ સીડ્સને ત્વચા પર લગાવવાના ઘણા ફાયદા છે, જેમ કે તે ત્વચાને હાઈડ્રેટેડ રાખે છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે અને ત્વચાને હેલ્ધી રાખે છે. આ સાથે જ કરચલીઓથી છૂટકારો અપાવવામાં પણ મદદ કરે છે. ફ્લેક્સ સીડ્સમાં એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ મળી આવે છે, જે ચહેરા પર ખીલ અને પિગમેન્ટેશન ઘટાડે છે.