આ તે કેવી વિદાય, પરિવારવાળા દુલ્હનને જબરદસ્તી વિદાય આપતા મળ્યા જોવા,હસી હસીને થઇ જશો લોટપોટ


નવી દિલ્હી,તા. 3 નવેમ્બર 2022, ગુરુવાર 

કોઇ પણ કપલ માટે ભલે તે મેરેજ અરેંજ મેરેજ હોય કે, લવ મેરેજ હોય પણ તેમના લગ્નનો એ દિવસ ખૂબ જ યાદગાર અને મહત્વનો હોય છે. સોશિયલ મીડિયા પર લગ્નના ફની અને ઇમોશનલ વિડીયો વાઇરલ થતા રહે છે. ત્યારે  આજે તમને એક એવા જ વીડિયો બતાવવાના છે જે જોઇને તમે પેટ પકડીને હસશો.

આ કેવી વિદાય ?

સામાન્ય રીતે લગ્ન બાદ દરમિયાન જ્યારે દિકરી પિયર છોડીને જાય છે ત્યારે કન્યા ભાવુક થઈ જાય છે પરંતુ કેટલીકવાર વિદાય દરમિયાન કન્યાની તો કેટલીવાર તેના પરિવારની વિચિત્ર શૈલી જોવાલાયક હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ વિદાય દરમિયાન એક દુલ્હનને રડતી જોઈને દંગ રહી ગયા કારણ છે તે વદુ પડતુ જ રડતી હતી અને સાથે સાથે જાણે દુલ્હનને સાસરે જવામાં રસ જ નહોતો. આ વીડિયો ખરેખર અદભુત છે અને ગમે તે વ્યક્તિ તેને જોઈને હસવા જ લાગશે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો એક લગ્ન સમારંભનો છે, જ્યાં પરિવાર પોતાની દીકરીને અલગ રીતે વિદાય આપી રહ્યો છે. 

વીડિયો જોયા પછી કદાચ સમજાશે કે આ જ કારણ છે કે કન્યાના સંબંધીઓ કેમ આ રીતે દુલ્હનને વિદાય આપતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં દુલ્હનના સંબંધીઓ તેના હાથ-પગ પકડીને બળજબરીથી કારમાં બેસાડીને વિદાય આપતા નજરે પડે છે.

સામાન્ય રીતે લગ્ન સમારોહના અને વર-કન્યા સાથે જોડાયેલા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે પરંતુ આ વીડિયો ખરેખર બધાથી અલગ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યાં છે. ઈન્સ્ટા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને શેર પણ થઈ રહ્યો છે. 

City News

Sports

RECENT NEWS