ઉનાળામાં થતી આંખોની ડ્રાયનેસને દૂર કરવા ફોલો કરો આ Tips
અમદાવાદ, 6 મે 2019, સોમવાર
ઉનાળામાં સ્વાસ્થ્યની સાથે આંખનું જતન કરવું પણ જરૂરી છે. ગરમીમાં ઘરથી બહાર નીકળવા માટે આંખને સૂર્ય પ્રકાશથી બચાવવી જોઈએ. જો ગરમીથી આંખને બચાવવામાં ન આવે તો આંખનું પાણી સુકાવા લાગે છે અને આંખ બળતરા, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઉનાળામાં આંખમાં આંસૂ ઓછા પ્રમાણમાં બને છે અને આંખ ભારી થઈ જાય છે. આ ઉપરાંત જે લોકો કોમ્યૂટર કે મોબાઈલનો ઉપયોગ વધારે કરે છે તેમને પણ આંખોની સમસ્યા સતાવે છે. ઉનાળામાં લેન્સ પહેરતા લોકોએ પણ સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેવામાં જો તમારે ઉનાળામાં આંખને સ્વસ્થ રાખવી હોય તો તેના માટે આ ટીપ્સને ફોલો કરવી જરૂરી છે.
1. તડકો હોય ત્યારે ઘરની બહાર ન જાવું.
2. ઘરેથી બહાર નીકળો તો ચશ્મા અચૂક પહેરવા.
3. કામ કરતી વખતે 15 મિનિટ માટે આંખને આરામ આપો. તેના માટે આંખને ઝડપથી ખોલબંધ કરવી.
4. દર 3 કલાકે આંખને ઠંડા પાણીથી સાફ કરવી.
5. આંખ પર કાકડીની સ્લાઈસ રાખવી, તેનાથી આંખને ઠંડક મળશે.
6. ડોક્ટરની સલાહ લઈ આઈ ડ્રોપનો ઉપયોગ કરવો.