Get The App

જાણો લગ્નમાં અપાતા 7 પવિત્ર વચનોનો શું છે અર્થ

Updated: Sep 8th, 2019

GS TEAM

Google News
Google News
જાણો લગ્નમાં અપાતા 7 પવિત્ર વચનોનો શું છે અર્થ 1 - image


નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર 2019, રવિવાર

હિંદૂ ધર્મમાં લગ્નને 16 સંસ્કારોમાંથી એક માનવામાં આવે છે. તેમાં થતી દરેક પ્રથાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ખાસ કરીને લગ્નમાં અપાતા સાત વચનોનું ખૂબ મહત્વ હોય છે. આ સાત વચન એકબીજાને આપી બે વ્યક્તિ મન, કર્મ અને આત્માથી એક થાય છે. આમ તો અનેક લગ્નમાં આપણે હાજરી આપીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો આ સાત વચન અને તેના અર્થથી અજાણ હોય છે. તો ચાલો આજે જાણો કે લગ્નના સાત વચનો કયા કયા છે. 

1. 

तीर्थव्रतोद्यापन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी 

આ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે કોઈ વ્રત, ધાર્મિક કામ કે તીર્થયાત્રા તેના વિના ન કરે અને તેને હંમેશા પોતાની સાથે રાખે. જો આ સ્વીકાર્ય હોય તે કન્યા તેની વામાંગ બનવાનું સ્વીકારે છે. 

આધુનિક અર્થ : વર અને કન્યા પ્રાર્થના કરે છે કે તેમને એકસાથે રહેવા અને સારા તેમજ ખરાબ સમયમાં એકબીજાનું સમ્માન કરવાની શક્તિ આપે. એકબીજાનું પોષણ કરે અને દેખરેખ રાખે.

2. 

पुज्यौ यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम 

બીજા વચનમાં કન્યા વરને કહે છે કે તે તેના સાસુ સસરાનું પણ તેના માતાપિતાની જેમ જ સમ્માન કરશે.

આધુનિક અર્થ : દંપતિ ઈશ્વરને માનસિક, સ્થિરતા, આધ્યાત્મિક શક્તિ અને શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરે છે. તેથી તેઓ સહજ જીવન જીવી શકે. 

3.

जीवनम अवस्थात्रये मम पालनां कुर्यात,

वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं 

આ વચનમાં વધૂ વરને કહે છે કે જીવનની ત્રણેય અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નીભાવે.

આધુનિક અર્થ: દંપતિ જીવનને શાંતિ અને સંતોષ સાથે જીવવા માટે ધન, સમૃદ્ધિ અને જ્ઞાનની પ્રાર્થના કરે છે. તે ભગવાન પાસે પર્યાપ્ત શક્તિ માટે પ્રાર્થના કરે છે. 

4. 

कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:,

वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं 

ચોથા વચનમાં કન્યા ભવિષ્યની તમામ જવાબદારીઓ અને જરૂરિયાતો વર પર મુકે છે અને તેની પત્ની બનવાનું સ્વીકારે છે. 

આધુનિક અર્થ : કપલને એકબીજા માટે જે પ્રેમ અને સમ્માનની પ્રતિજ્ઞા લે છે. તે સમયે દુલ્હનને વર કરતાં આગળ ચાલવાનું કહેવામાં આવે છે. તેઓ એકબીજાને વચન આપે છે કે તે ક્યારેય ખોટા રસ્તા પર ચાલશે નહીં.

5. 

स्वसद्यकार्ये व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या

આ વચનનો અર્થ થાય છે કે વર ઘરના કામ, લેવડ દેવડ અને અન્ય ખર્ચમાં પત્નીની સલાહ લેશે. 

આધુનિક અર્થ : કપલ એકબીજા સાથે સુખ અને દુખ મુક્ત મને વ્યક્ત કરશે. સાથે જ સ્વસ્થ બાળકનો જન્મ થાય તેવી પ્રાર્થના કરે છે. 

6. 

न मेपमानमं सविधे सखीनां द्यूतं न वा दुर्व्यसनं भंजश्चेत,

वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम

આ વચનમાં વધૂ વરને કહે છે કે તે અન્ય વ્યક્તિની સામે તેનું અપમાન નહીં કરે અને કોઈ સામે તેના અવગુણ નહીં  બોલે.

આધુનિક અર્થ : અગ્નિની સાક્ષીએ દંપતિ એકબીજાને વચન આપે છે કે તે ખરાબ સ્વાસ્થ્યમાં કે જરૂર પડે ત્યારે હંમેશા એકબીજા સાથે ખડેપગે રહેશે. 

7. 

परस्त्रियं मातृसमां समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कुर्या,

वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तममत्र कन्या

છેલ્લા ફેરામાં કન્યા વર પાસેથી વચન લે છે કે તે પરસ્ત્રીને મા સમાન ગણશે. પતિ પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ આવશે નહીં.

આધુનિક અર્થ : છેલ્લા ફેરામાં કપલ વચન આપે છે કે તે એકબીજા પ્રત્યે વફાદાર રહેશે, સાહચર્ય, સમજદારી અને શરતો વિના એકબીજાને પ્રેમ કરશે. તેઓ જીવનભરના પ્રેમ અને ધૈર્ય ધરાવતા સંબંધમાં બંધાવાની પ્રાર્થના કરે છે. 


Tags :