Get The App

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
How to eat Almonds


How to consume Almonds: સૂકા મેવામાં બદામ સૌથી વધુ ખાવામાં આવતી વસ્તુ છે. બદામને પોષણનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ મસલ્સ બનાવવાથી લઈને યાદશક્તિને વધારવા માટે થાય છે. પરંતુ મોટાભાગના લોકો બદામ રાત્રે પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાતા હોય છે અને છાલ ફેંકી દેતા હોય છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પલાળેલી બદામને છોલીને ખાવી જોઈએ કે નહીં? તેમજ બદામ પલાળીને પણ ખાવી જોઈએ કે નહીં? એવામાં આજે જાણીએ કે બદામ ખાવા માટે કઈ પદ્ધતિ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.

પોષક તત્વોથી ભરપૂર હોય છે બદામ 

ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે બદામ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, આયર્ન, ઝિંક, વિટામિન એ અને મિનરલ્સ હોય છે, જ્યારે બદામની છાલમાં પણ ઘણા એન્ટીઑકિસડન્ટ, વિટામિન્સ અને ફાઇબર હોય છે. જે ખાસ કરીને વાળ અને ત્વચાને પોષણ આપે છે. એવામાં ફક્ત બદામ જ નહીં પણ તેની છાલ પણ ખૂબ ફાયદાકારક છે. 

બદામ પલાળીને ખાવી જોઈએ કે નહીં?

આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે બદામ પલાળીને ખાવી જોઈએ. આમ કરવાથી તેનું પોષણ વધે છે. પરંતુ આ સાચું નથી. આ મામલે ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે પલાળીને બદામ ખાવાથી તેમાં રહેલા ફાયટિક એસિડની માત્રા ઘટી જાય છે. ફાયટિક એસિડમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટીઈન્ફ્લામેટરી અને કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. એવામાં જો તમે પલાળીને બદામ ખાઓ છો, તો રહેલા ફાયટિક એસિડની માત્રા ઘટી જાય છે.

બદામની છાલ પણ ફાયદાકારક છે

આ ઉપરાંત ઘણા લોકો બદામ પલાળી અને તેની છાલ કાઢીને ખાતા હોય છે. જે ખોટી રીત છે. માત્ર બદામ જ નહીં પણ બદામની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામની છાલમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટ, ફ્લેવોનોઇડ્સ વગેરે હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ દૂર કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. 

આ પણ વાંચો: સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે મખાના! જાણો ક્યારે ક્યારે તેનું સેવન ભારે પડી શકે

આથી જો તમે બદામ ખાઓ છો તો તેને પલાળ્યા વગર જ ખાવી ફાયદાકારક છે, તેમજ જો આ રીતે ખાવામાં તકલીફ પડતી હોય તો તેને પલાળીને ખાઈ શકો છે પણ છાલ સાથે ખાઓ તો જ ફાયદાકારક સાબિત થાય છે. 

Disclaimer: આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે જ છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા કે સારવારનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી 2 - image

Tags :