FOLLOW US

આ કાનની બુટ્ટી જોઈને જાણે એમ લાગશે કે બુટ્ટી છે કે રૂમના ઝુમ્મર!

Updated: Jan 20th, 2023


- ડિઝાઈનર યુવતી એ કાન માટે બનાવ્યા ઝુમ્મર

- મીણબતીની જેમ ઝુમ્મરમાં થઇ રહી છે લાઈટો 

નવી દિલ્હી,તા.20 જાન્યુઆરી 2023,શુક્રવાર

આજના સમયમાં લોકો અલગ-અલગ ફેશન અપનાવવાનું પસંદ કરે છે. કપડાંથી લઈને જ્વેલરી સુધી માર્કેટ  ફેશન ટ્રેન્ડથી ભરેલું છે. લોકો એકબીજાથી અલગ દેખાવા અને સોશિયલ મીડિયા પર અલગ અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપવા માટે અજીબ વસ્તુઓને પણ પોતાની ફેશનનો ભાગ બનાવે છે. આવી જ એક વિચિત્ર બુટ્ટી આજકાલ ચર્ચામાં છે, જે રૂમમાં ઓછી બુટ્ટી અને ઝુમ્મર વધુ દેખાય છે.

ન્યુયોર્કની ડિયાના એ નાની ઉંમરમાં આવી બુટ્ટીઓ ડિઝાઇન કરવાનો આઈડિયા આવ્યો હતો. તે વારંવાર ફિલ્મો જોવા જતી હતી. આ ફિલ્મોના અનુભવ દ્વારા જ તેને બુટ્ટીઓ ડિઝાઇન કરવાનો આઈડિયા આવ્યો હતો. લોસ એન્જેલિસ ટ્રેડ ટેક્નિકલ કોલેજ છોડ્યા બાદ તેમણે પોતાનો ઘરેણાંનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમાં તેને હાલમાં બુટ્ટી બનાવી છે જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે બુટ્ટી રૂમના ઝુમ્મર જેવી લાગી રહી છે.  

આ બુટ્ટી ધાતુથી બનેલી આ કાનની બુટ્ટી બ્રાસ, સ્ટર્લિંગ સિલ્વર, 14 કેરેટ ગોલ્ડ અને ગ્લાસ ક્રિસ્ટલથી બનાવી છે. આ પછી, તે તેને મીણબત્તીનો દેખાવ આપવા માટે તેની ઉપર એલઇડી લાઇટ્સ મૂકે છે, જે લાગે છે કે મીણબત્તી સળગી રહી છે. હવે તમે વિચારતા હશો કે આ પ્રકાશ કેવી રીતે સળગતો હશે? ખરેખર તો તેને કાનમાં પહેર્યા બાદ કાનના પાછળના ભાગમાં એક નાનકડું બેટરી પેક લગાવવામાં આવે છે જે પ્રકાશને ઉર્જા આપે છે. આ બુટ્ટીની કિંમત રૂપિયા 12 હજાર છે. 

Gujarat
English
Magazines