Get The App

સપનામાં સાપ જોવો શુભ કે અશુભ? દરેક સપનાનો હોઇ છે ચોક્કસ અર્થ

Updated: Jul 4th, 2023

GS TEAM

Google News
Google News
સપનામાં સાપ જોવો શુભ કે અશુભ? દરેક સપનાનો હોઇ છે ચોક્કસ અર્થ 1 - image

Image Courtesy: Freepik

નવી મુંબઇ,તા. 4 જુલાઇ 2023, મંગળવાર 

રાત્રે સુતી વખતે અલગ અલગ પ્રકારના સપના આવતા હોય છે. વ્યક્તિને અમુક સપના તો યાદ પણ નથી રહેતા હોતા. દરેક સપનાનો ચોક્કસ અર્થ હોય છે. હિંદુ ધર્મમાં સાપને પૂજનીય માનવામાં આવે છે. સાપને ભગવાન શિવના ગળામાં માળા તરીકે વર્ણવવામાં આવ્યો છે. શિવજીને સાપના દેવતા પણ કહેવામાં આવે છે. સાવન માસની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમને સપનામાં સાપ દેખાય છે તો તેનું વિશેષ મહત્વ અને અર્થ છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સાવન મહિનામાં સાપ દેખાવાનો અલગ-અલગ અર્થ થાય છે.

જો કોઈ વ્યક્તિ સાવન માસમાં સપનામાં ફન ઉઠાવતો સાપ દેખાય છે તો આવા સ્વપ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્નનો અર્થ એ છે કે, તમને ટૂંક સમયમાં કોઈ મોટો નાણાકીય લાભ મળી શકે છે. તેની સાથે જ પ્રોપર્ટીનો લાભ મળવાની પણ સંભાવના છે.

પીળો સાપ 

સાવન મહિનામાં જો તમને સપનામાં પીળા રંગનો સાપ દેખાય છે તો તેનો અર્થ એ છે કે, તમારે નોકરી કે બિઝનેસ માટે બીજા શહેરમાં જવું પડી શકે છે.

લીલા રંગનો સાપ 

સાવન મહિનામાં જો કોઈ વ્યક્તિ સપનામાં લીલા રંગનો સાપ જુએ છે તો તેનો અર્થ છે કે, તમને તમારા જીવનમાં સારી તકો મળવાની છે. આ પ્રકારનું સ્વપ્ન સાવનમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં સફેદ રંગનો સાપ જોવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સફેદ રંગનો સાપ જોવો એ સંકેત આપે છે કે તમને જલ્દી જ ઘણા ધનપ્રાપ્તિ થવાની છે. નોકરી અને બિઝનેસમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે.

ઘણી વખત વ્યક્તિ સ્વપ્નમાં પોતાને સાપ પકડતો જુએ છે. ઘણીવાર આપણને આવા સ્વપ્ન આવે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આવા સ્વપ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે કે, તમને આવનારા સમયમાં પૈસા મળી શકે છે. તેની સાથે જ તમને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની છે.