Get The App

એક સારું પુસ્તક સો સારા મિત્રો બરાબર હોય છે જ્યારે એક સારો મિત્ર એક લાઇબ્રેરી સમાન હોય છે : અબ્દુલ કલામ

- ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ પર જાણો તેમના પ્રેરણાદાયક વિચારો વિશે...

Updated: Jul 27th, 2020

GS TEAM


Google News
Google News
એક સારું પુસ્તક સો સારા મિત્રો બરાબર હોય છે જ્યારે એક સારો મિત્ર એક લાઇબ્રેરી સમાન હોય છે : અબ્દુલ કલામ 1 - image

નવી દિલ્હી, તા. 27 જુલાઇ 2020, સોમવાર 

આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ છે. ડૉ. અબ્દુલ કલામ બાળકોના શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપતા હતા તેમને બાળકો પ્રત્યે ખૂબ લગાવ રહેતો. ડૉ. કલામ એક જાણિતા વૈજ્ઞાનિક હતા. તેમના મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી દીધું હતું. આ જ કારણ છે કે તેમને ભારતના 'મિસાઇલ મેન' પણ કહેવામાં આવે છે. પરંતુ બાળકોને શિક્ષણ આપવું તે તેમનું મનપસંદ કામ હતું.

ડૉ. અબ્દુલ કલામે વર્ષ 1998માં પોખરણ-2 પરમાણુ પરિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદથી જ તેમને મિસાઇલ મેનની તરીકેની ઓળખ મળી હતી. વર્ષ 2005માં ડૉ. કલામ સ્વિત્ઝરલેન્ડ ગયા ત્યારબાદથી 26 મેના રોજ દેશમાં વિજ્ઞાન દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઇ અને તેમની આ મુલાકાતની ઘણી ચર્ચા પણ થઇ. જાણો, અબ્દુલ કલામની પુણ્યતિથિ પર તેમના કેટલાક પ્રેરણાદાયક વિચારો... 

- જીવનમાં મુશ્કેલીઓ આપણને બરબાદ કરવા માટે નથી આવતી, પરંતુ તે આપણી છુપાયેલી કુશળતા અને શક્તિઓને બહાર નિકાળવામાં આપણી મદદ કરે છે. મુશ્કેલીઓને જણાવી દો કે તમે તેમાથી પણ વધારે મુશ્કેલ છો. 

- જીવનમાં મળેલી પ્રથમ સફળતા બાદ અટકી ન જશો, કારણ કે જો તમે બીજા પ્રયત્નમાં નિષ્ફળ રહ્યા તો લોકો તો એમ જ કહેશે કે તમારી પ્રથમ સફળતા તમારા નસીબના લીધે પ્રાપ્ત થઇ હતી. 

- બધી ચકલીઓ વરસાદમાં છત્ત શોધે છે, પરંતુ ગરૂડ તેની ચિંતા નથી કરતું કારણ કે તે વાદળથી ઉપર ઉડે છે. 

- રાહ જોનારને માત્ર એટલું જ મળે છે જે પ્રયત્ન કરનાર લોકો છોડી દે છે. 

- નિષ્ફળતા ક્યારેય મને પછાડી શકે નહીં કારણ કે મારા સફળતાની પરિભાષા ઘણી મજબૂત છે. 

- સપનું એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો સપનું તો તે હોય છે જે તમને ઊંઘવા જ ન દે. 

- આકાશ તરફ જુઓ આપણે એકલા નથી. સમગ્ર બ્રહ્માંડ આપણ માટે અનુકૂળ છે, અને જે લોકો સપનાં જોવે છે અને મહેનત કરે છે તેમને પ્રતિફળ આપવા માટેનું ષડયંત્ર બ્રહ્માંડ જ સર્જે છે. 

- એક સારું પુસ્તક સો સારા મિત્રો બરાબર હોય છે, જ્યારે એક સારો મિત્ર એક લાઇબ્રેરી સમાન હોય છે. 

Tags :