app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

દિવાળી પર લાઈટ્સ લગાવતા સમયે ન કરતા આ ભૂલ! આગ જેવી દુર્ઘટના ન બને તે માટે રહો સાવધાન!

Updated: Nov 8th, 2023


                                                     Image Source: Freepik

અમદાવાદ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર

દિવાળી 12 નવેમ્બરે ધામધૂમથી મનાવવામાં આવશે પરંતુ તે પહેલા ઘરની સફાઈ અને સજાવટનું કામ શરૂ થઈ ગયુ છે. દિવાળી પહેલા ડેકોરેશન માટે દિવાળી લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘરને જગમગ આપે છે પરંતુ દિવાળી લાઈટ લગાવતી વખતે તમારે અમુક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. 

ખરાબ કે જૂની લાઈટ ન લગાવો

જો તમારી લાઈટ ખરાબ કે જૂની છે, તો તેને તાત્કાલિક બદલી દો. ખરાબ કે જૂની લાઈટમાં આગ લાગવાનું જોખમ હોય છે.

લાઈટને ઓવરલોડ ન કરો

લાઈટને ઓવરલોડ કરવાથી પણ આગ લાગી શકે છે તેથી એક જ સોકેટમાં વધુ લાઈટ ન લગાવો.

લાઈટને બંધ કર્યા બાદ પ્લગને પણ કાઢી દો

લાઈટને બંધ કર્યા બાદ પ્લગને પણ કાઢી દો. તેનાથી શોર્ટ સર્કિટ થવાનું જોખમ ઓછુ થઈ જશે. 

લાઈટને બાળકોથી દૂર રાખો

બાળકો ઘણી વખત લાઈટ સાથે રમવા લાગે છે. જેનાથી આગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી લાઈટને બાળકોથી દૂર રાખો.

લાઈટને પાણીથી દૂર રાખો

લાઈટને પાણીના સંપર્કમાં આવવા દેવુ પણ આગ લાગવાનું એક કારણ હોઈ શકે છે. તેથી લાઈટને પાણીના સંપર્કમાં આવવા ન દો.

Gujarat