દરરોજ આ યોગાસન કરવાથી આંખોની રોશની વધશે
- કૉમ્પ્યૂટર, લેપટોપ અને મોબાઇલના કારણે આંખને નુકશાન પહોંચે છે
નવી દિલ્હી, તા. 19 જુલાઇ 2020, રવિવાર
કૉમ્પ્યૂટર અને લેપટોપમાં દિવસભર કામ કરવાથી અથવા તો વધારે સમય સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી માથું અને આંખોમાં દુખાવો થવો તે સામાન્ય સમસ્યા બની ગઇ છે. મોબાઇલ, કૉમ્પ્યૂટર અને લેપટોપની સ્ક્રિનમાંથી નિકળતી બ્લ્યૂ રે તમારી આંખોને નુકશાન પહોંચાડે છે. ખાસકરીને રોશની ઓછી કરે છે. આજની બદલાતી લાઇફસ્ટાઇલના કારણે અમે કૉમ્પ્યૂટર અને લેપટોપ પર કામ કરવાનું છોડી નથી શકતા. કારણ કે આ વસ્તુઓ આપણી જરૂરિયાત સાથે જ જીવન ગુજારવાનું સાધન બની ચુક્યુ છે. એટલા માટે આપણે આપણી આંખોની રોશની વધારવા માટે ઉપાય કરવા જોઇએ. આજે અમે તમને કેટલાક યોગાસન વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને કરીને તમે આંખોની રોશની વધારી શકો છો.
1. શવાસન
આ આસન કરવા માટે પીઠના બળે સૂઇ જાઓ. આસાન કરતી વખતે પોતાના મનને શાંત સ્થિતિમાં રાખો. હવે પગને ઢીલા કરી દો અને હાથને પણ સીધા શરીર પાસે મુકી દો. ધ્યાન રાખો કે તમારું આખુ શરીર જમીન પર સ્થિર રહે. આ આસનને નિયમિત રીતે કરવાથી શરીરનો થાક દૂર થઇ જાય છે અને આંખોની રોશની પણ વધવા લાગે છે.
2. અનુલોમ વિલોમ
આ આસન કરવા માટે પલાઠી મારીને બેસી જાઓ. હવે પોતાની કમર અને ડોકને સીધી કરી લો. ત્યારબાદ આંખો બંધ કરી લો. હવે પોતાના હાથને નાક પાસે લઇ જાઓ. એક અંગુઠાથી જમણા નાકના છિદ્રને બંધ કરી લો. અને ડાબા નાકના છિદ્રમાંથી ધીમે-ધીમે શ્વાસ બહાર કાઢો. શ્વાસ છોડ્યા બાદ ડાબા નાકના છિદ્રમાંથી જ શ્વાસ લેવાનું શરૂ કરો. વધારેમાં વધારે શ્વાસ ભર્યા બાદ ડાબા નાકને આંગળીઓની મદદથી બંધ કરી લો. અને અંગૂઠાને જમણા નાકથી હટાવીને શ્વાસ ધીમે ધીમે બહાર નિકાળો. આ પ્રક્રિયા 3 થી 5 મિનિટ સુધી કરો. આ આસન કરવાથી આંખનો થાક દૂર થઇ જાય છે. અને આંખની રોશની તેજ થાય છે.
3. ત્રાટક આસન
આ આસન અંધારામાં કરવામાં આવતું આસન છે. એટલા માટે રાતનો સમય યોગ્ય છે. જો તમે તેને દિવસમાં કરો છો તો રૂમમાં અંધારું કરી લો. હવે રૂમમાં મીણબતી કરીને પ્રાણાયમની મુદ્રામાં બેસી જાઓ. હવે તમારે આંખો ઝપકાવ્યા વગર મીણબતીને જોવાનું છે. ત્યારબાદ આંખો બંધ કરીને ઓમનું ઉચ્ચારણ કરો અને ત્યારબાદ આંખ ખોલો. આ પ્રક્રિયા ઓછામાં ઓછી 3 વાર કરો. ત્યારબાદ પોતાની હથેળીઓને પરસ્પર રગડો અને પછી તે ગરમ હથેળીઓથી આંખોને સ્પર્શ કરતા આંખો ખોલો. ધ્યાન રાખો કે આંખ ખોલતી વખતે તમારી નજર નાક પર હોવી જોઇએ. આ આસનને અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 વખત કરો.
4. સર્વાંગાસન
સૌથી પહેલા જમીન પર પીઠના બળે સૂઇ જાઓ અને બંને હાથ શરીરની સાઇડમાં રાખો. હવે બંને પગને ધીમે-ધીમે ઉપર તરફ લઇ જાઓ. લગભગ 120 ડિગ્રી પર પગ લઇ જાઓ અને હાથને ઉઠાવીને કમર પાછળ લગાવી લો. આ પોઝિશનમાં કેટલાક સેકેન્ડ રહ્યા બાદ ધીમે-ધીમે પગ નીચે લાવી દો. આ આસાન કરવાથી આંખોની આસપાસની માંસપેશિયોમાં લોહીનું પરિભ્રમણ વધે છે, જેનાથી આંખોની રોશની વધે છે.