Get The App

શું તમે પિંક, બ્લૂ, વ્હાઈટ અને ગ્રે કોલર જોબનો અર્થ જાણો છો? અહીં વાંચો સમગ્ર માહિતી

Updated: Jul 12th, 2023

GS TEAM

Google News
Google News
શું તમે પિંક, બ્લૂ, વ્હાઈટ અને ગ્રે કોલર જોબનો અર્થ જાણો છો? અહીં વાંચો સમગ્ર માહિતી 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 12 જુલાઈ 2023 બુધવાર

શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કોઈ વ્યક્તિ બ્લૂ કોલર જોબ કરે છે કે કોઈએ કહ્યુ હોય કે હું વ્હાઈટ કોલર જોબ કરુ છુ. જો હાં તો શું તમને આનો અર્થ ખબર છે? તમને ખબર હોવી જોઈએ કે કોલર જોબનો સિલસિલો માત્ર બ્લૂ કે વ્હાઈટ કલર સુધી સીમિત નથી પરંતુ આમાં ગ્રીન, પિંક અને ગ્રે વગેરે પણ સામેલ છે. વિભિન્ન સેક્ટર્સમાં જોબ કરતા લોકોને વિભિન્ન કોલર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 

બ્લૂ-કોલર જોબ

આમાં તે વર્કરો આવે છે, જે દૈનિક વેતન પર કામ કરે છે. આવા વર્કર્સ શારીરિક શ્રમ કરે છે. જેમ કે વેલ્ડર, મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, માઈનિંગ, ખેડૂત, મિસ્ત્રી વગેરે, બ્લૂ કોલર વર્કર્સને લેબર પણ કહેવામાં આવે છે. તમે નોટિસ કરશો કે મોટાભાગના બ્લૂ કોલર વર્કર્સે બ્લૂ કોલર વાળી શર્ટ પહેરેલી હોય છે.

વ્હાઈટ-કોલર જોબ

આમાં તે લોકો આવે છે, જે ઓફિસમાં બેસીને કામ કરે છે. આ કેટેગરીમાં સ્કિલ્ડ પ્રોફેશનલ કામ કરે છે. વ્હાઈટ કોલર જોબ કરતા લોકોને દર મહિને સેલેરી મળે છે. આ કેટેગરીમાં મોટાભાગના લોકો સૂટ અને ટાઈવાળા હોય છે, જેમના શર્ટનો કોલર વ્હાઈટ હોય છે, આ કેટેગરીમાં આવતા લોકોને શારીરિક રીતે મહેનત કરવી પડતી નથી. આમાં 9-5 માં નોકરી કરતા લોકો સામેલ છે.

ગોલ્ડ-કોલર જોબ

આ કેટેગરીમાં વધુ કુશળ લોકો આવે છે. આવા લોકો જે કોઈ કંપનીને ચલાવવા માટે મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ સિવાય આ લોકોની ડિમાન્ડ ખૂબ હોય છે, જેમ કે પાયલટ, વકીલ, ડોક્ટર, વૈજ્ઞાનિક વગેરે. 

ઓપન-કોલર જોબ

આ કેટેગરીમાં એવા વર્કર્સ આવે છે, જે વર્ક ફ્રોમ હોમ કરે છે, આ લોકો ઓફિસ જતા નથી, પરંતુ પોતાના ઘરેથી જ કોઈકના માટે કામ કરે છે. લોકડાઉન બાદ, આ પ્રકારની જોબમાં ખૂબ વધારો થયો છે. 

ગ્રે-કોલર જોબ

આ કેટેગરીમાં તે લોકો આવે છે, જેમને વ્હાઈટ કે બ્લૂ કોલર જોબમાં સામેલ કરવામાં આવતા નથી. આમાં મોટાભાગના નિવૃત્તિ બાદ કામ કરતા વર્કર્સ આવે છે. સિક્યોરિટી ગાર્ડની જોબ આ કેટેગરીમાં આવે છે.

ગ્રીન-કોલર જોબ

આ કેટેગરીમાં એવા વર્કર્સ આવે છે, જે સોલર પેનલ, ગ્રીન પીસ અને અન્ય એનર્જી સોર્સ સાથે જોડાઈને કામ કરે છે.

પિંક-કોલર જોબ

આ કેટેગરીમાં લાઈબ્રેરિયન અને રિસેપ્શનિસ્ટ જેવી નોકરી આવે છે. આ જોબ માટે ઘણી વખત મહિલાઓને હાયર કરવામાં આવે છે. આ સિવાય આ જોબ માટે સેલેરી પણ ખૂબ ઓછી આપવામાં આવે છે.

Tags :