શું તમે વરસાદના પાણીથી થતાં લાભ વિશે જાણો છો?
- જાણો, વરસાદથી ત્વચા અને વાળને શું ફાયદો થાય છે
અમદાવાદ, તા. 05 જુલાઇ 2018, ગુરુવાર
ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે, મોટાભાગના લોકો આ મોસમમાં વરસાદની મજા માણવા માટે આતુર હોય છે. પરંતુ વરસાદના પાણીમાં ચેપ જેવી કેટલીય સમસ્યાઓને કારણે તેઓ વરસાદની મજા માણવા બહાર નિકળી શકતા નથી.
પરંતુ વરસાદના પાણીમાં કેટલાક લાભ પણ હોય છે, જે આપણા માટે સારા હોય છે.
જો તમે આ ઋતુમાં વધારે સુંદરતા પ્રાપ્ત કરવા માંગો છો અને ચહેરાના નિશાન હટાવવા માંગો છો, તો વરસાદનું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ચહેરાની સુંદરતા વરસાદના પાણીની સાથે વધી જાય છે અને તે તમને ગ્લેમરસ લુક આપશે.
વાળને નરમ અને આકર્ષક બનાવવા માટે, વરસાદના પાણીને એકત્ર કરો અને વાળને સારી રીતે પાણીથી ધોઇ લો. આ પાણીની સાથે વાળને ધોવાથી તમને અવિશ્વસનીય પરિણામ મળશે અને તમારા વાળ આકર્ષક સ્વસ્થ અને નરમ થઇ જશે.
આ સાથે ચોમાસામાં વરસાદના પાણીની સાથે સ્નાન કર્યા બાદ તમારી ત્વચા યોગ્ય રીતે સાફ થઇ જશે અને તેનાથી તમારા ચહેરા પર પ્રાકૃતિક ચમક આવે છે. ત્વચા વરસાદના પાણી સાથે સાફ થઇ જાય છે.
આ મોસમમાં ચહેરાની સુંદરતા બનાવી રાખવા માટે, વરસાદનું પાણી એકઠું કરો અને નિયમિત રીતે આ પાણીથી ચહેરો સાફ કરો.
આ પાણીને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો. થોડાક જ દિવસમાં તે તમારા ચહેરાને સાફ કરીને મુલાયમ બનાવી દેશે. આ ઉપરાંત, આ પાણી ચહેરા પર નિયમિત રીતે લગાવવાથી ડાઘ દૂર થઇ જાય છે અને ચહેરા પરથી નિશાન પણ દૂર થઇ જાય છે.