Get The App

શું તમે પણ તમારી મેકઅપ કિટ અન્ય સાથે શેર કરો છો? તો થઈ જજો સાવધાન નહીંતર થશે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ

Updated: Sep 14th, 2023


Google NewsGoogle News
શું તમે પણ તમારી મેકઅપ કિટ અન્ય સાથે શેર કરો છો? તો થઈ જજો સાવધાન નહીંતર થશે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ 1 - image


                                                                Image Source: Freepik

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2023 ગુરૂવાર

મેકઅપ કરતી વખતે ઘણી વખત તમે જોયુ હશે કે લોકો એક જ બ્રશથી દરેકનું ટચઅપ કરી દે છે. ઓફિસમાં કે ઘરમાં પણ આપણે આપણી મેકઅપ કિટ શેર કરીએ છીએ પરંતુ આવુ કરવુ અયોગ્ય છે. અમુક હદ સુધી શેરિંગ તમે એ વસ્તુઓનું કરી શકો છો જે ટ્યૂબમાં હોય કે જેને કાઢીને અલગથી લગાવી શકાય. પરંતુ જે વસ્તુઓને તમે ડાયરેક્ટ અપ્લાય કરી છે તે તમારા માટે સમસ્યાઓનું ઘર બની શકે છે. દરમિયાન તમારે ધ્યાન રાખવુ જોઈએ કે તમે ડાયરેક્ટ ઉપયોગ થનારી વસ્તુઓને શેર ન કરો. 

મેકઅપ શા માટે શેર કરવો જોઈએ નહીં

1. ઈન્ફેક્શનનું જોખમ

મેકઅપ શેર કરવાથી ઈન્ફેક્શનનું જોખમ થઈ શકે છે. જેમ કે આઈ ઈન્ફેક્શન કે પછી સ્કિન ઈન્ફેક્શન જે મેકઅપ શેરિંગ દ્વારા સરળતાથી શેર થઈ શકે છે. જેમ કે કાજલ દ્વારા કે કોઈ મેકઅપ બ્રશ દ્વારા અન્યની સ્કિનમાં થતી મુશ્કેલી તમારી સ્કિન સુધી પહોંચી જાય છે.

2. હોઠમાં દાણા

જો તમે લિપસ્ટિક શેર કરો છો તો તમારા હોઠ પર ઈન્ફેક્શન થઈ શકે છે. જેમ કે તમારા હોઠ પર દાણા થઈ શકે છે કે પછી ફોલ્લીઓ થઈ શકે છે. આ સિવાય હોઠની આસપાસની સ્કિન પણ પ્રભાવિત થઈ શકે છે અને આ ગંભીરરૂપ લઈ શકે છે.

3. સ્કિનની બીમારીઓ

મેકઅપ દ્વારા ફંગલ ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ શકે છે. આ સિવાય શેરિંગનું જોખમ એક બાબત પર પણ છે કે તમે જાણતા નથી કે પ્રોડક્ટ્સનું શેરિંગ તમારા સિવાય કયા-કયા લોકો સાથે થયુ છે. દરમિયાન તમે બેક્ટેરિયા અને ફંગસને પણ શેર કરો છો અને કારણ વિના ઘણી સમસ્યાઓના શિકાર થઈ શકો છો.

મેકઅપની આ વસ્તુઓને શેર કરો નહીં

મેકઅપમાં ખાસ કરીને મસ્કરા, આઈશેડો અને આઈલાઈનર શેર કરવાથી આંખોમાં સંક્રમણ થઈ શકે છે. આ સિવાય ફેસ પાઉડર, લિપસ્ટિક અને મેકઅપ બ્રશ શેર કરવા પણ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી આ ડાયરેક્ટ કોન્ટેક્ટ વાળી વસ્તુઓને શેર કરવી જોઈએ નહીં. 


Google NewsGoogle News