દિવાળીને આ વસ્તુઓથી બનાવો ખાસ
નવી દિલ્હી, 27 ઓક્ટોબર 2019, રવિવાર
ઉમંગ અને ઉત્સાહના તહેવાર દિવાળીના સમયે ઘરમાં પૂજા થાય છે, પકવાન બને છે, મિત્રો એકબીજાને મળી અને શુભેચ્છા પાઠવે છે. આ દિવાળીના પર્વને દરેક વ્યક્તિ ખાસ રીતે ઉજવે છે અને તેને યાદગાર બનાવે છે. દિવાળીના તહેવારની રાહ લોકો વર્ષભર જુએ છે. ઘર, પરિવારના લોકો નવી નવી વસ્તુઓ ખરીદે છે અને એકબીજાને ભેટમાં આપે છે. દિવાળીના આ તહેવારનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે કેટલીક વાતોને ધ્યાનમાં પણ રાખવી.
મસ્તી સાથે સ્વાસ્થ્યનું રાખો ધ્યાન
તહેવારની તૈયારીમાં ઘરના દરેક સભ્યને સાથે રાખવા. તેનાથી દિવાળીનો સમય યાદગાર બની જશે. તહેવારો પોતાના મૂળ સાથે જોડાવા અને પ્રિયજનો સાથે સમય પસાર કરવાની તક આપે છે. સ્વાભાવિક છે કે, આ પ્રસંગે તમે મિત્રો અને સંબંધીઓને મળવા પણ જાઓ છો. ત્યાપે મોટે ભાગે તળેલું અથવા મીઠી વાનગીઓ ખાવી પડે છે, જેના કારણે લોકો દિવાળી પછી વજન વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ ખરાબ કરે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી પૌષ્ટિક અને હળવો ખોરાક લેવાનો પ્રયાસ કરો. આ પ્રસંગે બહાર જતા સમયે, સૂકા નાસ્તા અને પાણી સાથે રાખો જેથી કરીને તમે ટ્રાફિકમાં ફસાવ અથવા મોડા પડો તો ભુખ્યા પેટ રહેવું ન પડે. છેલ્લા કેટલાક સમયથી શહેરોમાં પ્રદૂષણની સમસ્યા દીપાવલીમાં વધવા લાગી છે. દિવાળી પર થતાં ફટાકડાને કારણે ધુમાડો વાતાવરણમાં ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં, શ્વાસ અથવા અસ્થમાથી પીડાતા લોકો સિવાય વૃદ્ધ લોકો, બાળકો અને પ્રાણીની તબિયત બગડી શકે છે. આવું ન થાય તે માટે બહાર નીકળતા સમયે માસ્ક લગાવો અને હંમેશા ઇન્હેલરને સાથે રાખો.
રંગોળી માટે ફૂલોનો ઉપયોગ કરો
દિવાળી નિમિત્તે ઘરોમાં રંગોળી બનાવવાની પરંપરા છે. પરંતુ આ માટે કેમિકલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી એલર્જી થઈ શકે છે. તેથી રંગોળી બનાવવા માટે, ઘરે ઉપલબ્ધ વસ્તુઓ જેવી કે લોટ, ચોખા, હળદર વગેરેનો ઉપયોગ કરો અને સાથે ફૂલો અને પાનનો ઉપયોગ કરો. રંગોળીને સુંદર બનાવવા માટે વિવિધ રંગોના કઠોળ પીસીને તેનો ઉપયોગ પણ કરી શકાય છે. બાળકો રંગ માટે ઉપયોગમાં લેતાં રંગોનો ઉપયોગ પણ કરી શકો છો. ઘરના બાળકો અને કિશોરોને રંગોળી બનાવવાનું કામ સોંપો જેથી તેઓ ઉત્સવમાં ભાગ લેશે અને પરંપરાઓ સાથે જોડાશે. તેનાથી તહેવારની મજા પણ બમણી થશે.
સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લો
દિવાળી દરમિયાન લોકો બજારમાં મળતા તૈયાર નાસ્તા અને મસાલેદાર વસ્તુઓ ખાઈ લેતા હોય છે. બહારની મીઠાઈઓ અથવા ખાદ્યપદાર્થોને કારણે ગળા અને પેટમાં સમસ્યા થવાની સંભાવના છે. દિવાળીના વ્યસ્ત દિવસો દરમિયાન, કામ કરવાની ઊર્જા જાળવી રાખવા માટે પોષક આહારની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ઘરે બનાવેલી વાનગીઓનો આનંદ લેવો પણ થોડી કાળજી પણ લેશો. દાખલાતરીકે તેલની જગ્યાએ સરસવ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી બનાવેલી વાનગીઓ ખાવામાં લેવી. આ ઉપરાંત લીલા શાકભાજી, કઠોળ ભોજનમાં લેવાનો પ્રયત્ન કરો, જેથી તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ન આવે. બપોરનું અને રાત્રિનું ભોજન એવું રાખવું કે જેનાથી શરીરને એનર્જી તો મળે પરંતુ ભારેપણું ન અનુભવાય.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
પ્રકાશના ઉત્સવમાં સલામત અને સ્વસ્થ રહો
દિવાળીનો પ્રકાશ દરેકને આનંદ આપે છે, પરંતુ આ પ્રકાશ ફટાકડા ફોડવાનો નહીં દીવાનો હોવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળી પછી પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે ફેફસાં અને શ્વાસને લગતી બીમારીઓ વધી રહી છે. અનેક જગ્યાએ આગની ઘટનાઓ પણ છે. આ ખાસ પ્રસંગે પરિવાર સાથે મસ્તી કરતા સમયે દરેકના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખો. દિવાળી પર બાળકોને સિંથેટિક અને ઢીલા વસ્ત્રો પહેરાવશો નહીં. તેમને સુતરાઉ કપડા સાથે બંધ ચપ્પલ પહેરાવવા. જ્યાં બાળકો ફટાકડા સળગાવે છે ત્યાં આગને કાબૂમાં કરતાં એટલે કે અગ્નિશામક ઉપકરણો, પાણીની ડોલ, રેતી રાખો જેથી અકસ્માતને તાત્કાલિક નિયંત્રણ કરી શકાય. ફોન નજીકમાં રાખો, નજીકમાં ક્યાંક આગની ઘટના હોય તો ફાયર બ્રિગેડને ફોન કરો. ખાતરી કરો કે કોઈ પણ ફટાકડા ઘરની અંદર ન પહોંચી જાય. ફટાકડા એવા પસંદ કરો જે પ્રદૂષિત અને ઘોંઘાટીયા ન હોય. બાળકો માટે મર્યાદિત માત્રામાં ફટાકડા લાવો. ગીચ સ્થળોએ ફટાકડા સળગાવો નહીં. તમારી સાથે હંમેશાં ફર્સ્ટ એઇડ કીટ તૈયાર રાખો, જેથી અકસ્માતની તાત્કાલિક સારવાર થઈ શકે. બાળકો ઉપર નજર રાખો. તેમને એકલા ન રહેવા દો અને ખતરનાક ફટાકડાથી દૂર રાખો.
સાફ સફાઈ કરો
દિવાળી દરમિયાન ઘણો કચરો એકઠો થઈ જાય છે, જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થઈ જાય છે અને ગંદકી ભંડાર પણ દેખાય છે. તેનાથી બચવા માટે દિવાળી પર મીણબત્તીઓને બદલે માટીના દીવા વાપરો, તમે તેને રાખી શકો છો અને કોઈ પણ ખાસ પ્રસંગે ઘરની સજાવટ માટે ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો. ઘરનો ભીનો અને સૂકો કચરો અલગથી એકત્રિત કરો, જેથી તેનું રિસાયકલ થઈ શકે. ખાદ્ય ચીજો અને શાકભાજીની છાલને ડસ્ટબીનમાં નાખવાને બદલે ગાયને ખવડાવો. ચાના પાંદડા ફિલ્ટર કરો અને છોડમાં ખાતર તરીકે વાપરો.
ગિફ્ટ આપવાની નવી સ્ટાઈલ
દિવાળી નિમિત્તે નજીકના લોકોને ભેટ આપવાની પરંપરા છે. આ દિવાળી તમારા પ્રિયજનોને કેટલીક વસ્તુઓ આપો કે જે તેમના માટે યાદગાર બની જાય. હાસ વાતાવરણમાં ઘણું પ્રદૂષણ છે તેવામાં ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણી કરવા માટે ગિફ્ટમાં મીઠાઇ અને ફટાકડા જેવી પરંપરાગત વસ્તુઓ આપવાને બદલે, તેમને એક છોડ આપો જે વાતાવરણને શુદ્ધ કરે છે. આ સાથે તેમને ડ્રાયફ્રૂટ, ચિયા સીડ્સ, ફ્લેક્સીડ, સોયાબીન, સૂર્યમુખીના બીજ વગેરે આપો.