એક કૈફે આવો પણ..જો અસભ્ય રીતે વર્તન કર્યું તો ચૂકવવો પડશે એકસ્ટ્રા ચાર્જ
નવી દિલ્હી,તા. 17 ઓક્ટોબર 2022, સોમવાર
માર્કેટિંગ એજન્ડા કહો કે, કોઇ યુનિક આઇડિયા..પોતાનો બિઝનેસ ચલાવવા માટે લોકો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. આ કૈફેની ચર્ચા ચારેતરફ તરફ રહી છે.
આ કૈફે બ્રિટનમાં આવેલો છે,જ્યાં કૈફેનો નિયમ છે, કે જે પણ ગ્રાહક કૈફેમાં આવે અને સારો વ્યવહાર કરે તેની સાથે ઓછા પૈસા લેશે,અને જે ગ્રાહકો ખરાબ વર્તન કરશે તેમની પાસેથી વધુ પૈસા વસુલ કરશે.
આ નિયમનો ઉદેશ્ય ગ્રાહકોને તેમના ઓર્ડરની સેવા આપતા લોકો પ્રત્યે દયાળુ બનવા પ્રોત્સાહિત કરવાનો છે.
આઉટલેટે જણાવ્યુ કે, 29 વર્ષીય ઉસ્માન હુસૈને આ વર્ષે માર્ચમાં ચા, ડોનટ, સ્ટ્રીટ ફૂડ અને ડેઝર્ટ રેસ્ટોરન્ટની શરૂઆત કર્યો હતો, તેમણે એક નોટિસ પોસ્ટ કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, ગ્રાહકો કેટલા આદરપૂર્વક ઓર્ડર કરે છે તેના આધારે ડ્રિંક્સ માટે અલગ-અલગ ફી વસૂલવામાં આવશે.
શનિવારે ચાઈ સ્ટોપના ફેસબુક પેજ પર એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, દેશી ચાઈની કિંમત £5 ( 460 રૂપિયા) હશે જ્યારે દેશી ચાઈ પ્લીઝની કિંમત £3 (275 રૂપિયા) હશે. પરંતુ 'હેલો દેશી ચાય પ્લીઝ'ની કિંમત માત્ર £1.90 (175 રુપિયા)હશે.
મળતી માહિતી પ્રમાણે આ રેસ્ટોરન્ટમાં ક્યારેય ખરાબ વર્તન કરનારા લોકો હજૂ સુધી આવ્યા નથી. તેમને લાગે છે કે, આ નિયમ ગ્રાહકોને ફક્ત સારી વાઇબ્સ માટે પ્રોત્સાહિત કરે છે. આજ કારણે લોકો અહીં સારી રીતે વર્તન કરે છે.
હુસૈને આ આઇડિયા ક્યાંથી આવ્યો?
આ કેફેના ઓનર હુસૈનને આ નિયમ સાથે કૈફે ચલાવવા માટેનો આઇડિયા અમેરિકિ કૈફેના એક ફેસબુક પોસ્ટ પરથી મળ્યો હતો,જેણે થોડા વર્ષો પહેલાં જ આજ નિયમ બનાવ્યો હતો.