લગ્નમાં આવો તો આ 15 શરતો માનવી પડશે...' કપલનું વેડિંગ કાર્ડ જોઈ મહેમાનો પણ ગોથે ચઢી ગયા
Wedding Card Viral : સામાન્ય રીતે લગ્ન સમારંભમાં મહેમાનોની સાથે ખૂબ જ માન - સન્માનથી બોલાવવામાં આવે છે, પરંતુ અહીં એક કપલે તેમના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક એવું કર્યું, કે હાલમાં સોશિયલ મીડિયા દ્વારા તેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તમે જોયું હશે કે લગ્ન પ્રસંગમાં મહેમાનોને કોઈક વાતમાં ખરાબ લાગે તો પણ પરિવારના સભ્યો તેને નજરઅંદાજ કરતાં હોય છે. પરંતુ આ બ્રિટિશ કપલે મહેમાનો સમક્ષ એવી શરતો મૂકી કે મોટાભાગના લોકોએ લગ્નમાં આવવાનો પ્લાન કેન્સલ કરી દીધો.
હકીકતમાં, કપલ દ્વારા પોતાના લગ્ન માટે જે કાર્ડ છપાયેલ તે વાંચીને મહેમાનો ચોંકી ગયા હતા. લગ્નના કાર્ડમાં જે વાતો લખવામાં આવી હતી, તે પ્રમાણે જો મહેમાનો કપલની કેટલીક શરતો સ્વીકારવા તૈયાર હોય તો તેઓ લગ્નમાં હાજરી આપી શકે છે. હાલમાં આ અજીબોગરીબ કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
આ કોઈ આમંત્રણ છે કે ધમકી !
એક રિપોર્ટ પ્રમાણે કપલનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ રેડિટ પર તેમના લગ્નનું કાર્ડની જોરશોરથી ચર્ચામાં છે. r/weddingshaming એકાઉન્ટના એક યુઝરે વેડિંગ કાર્ડની તસવીર શેર કરી અને લખ્યું, જો કોઈ મને આ રીતે આમંત્રણ આપે તો, હું ત્યા બિલકુલ ન જાઉં. કાર્ડમાં મહેમાનો માટે એક નહીં, બે નહીં પરંતુ 15 શરતો લખવામાં આવી છે, જેને વાંચીને લોકો ગુસ્સે થયા છે અને કહી રહ્યા છે કે, આ કોઈ આમંત્રણ છે કે ધમકી.
![]() |
Image Twitter |
કાર્ડ જોઈ મહેમાનો પણ ગોથે ચઢ્યા
કપલે મહેમાનોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે, કે આ તેમનો સ્પેશિયલ દિવસ છે, તમારો નહીં. તે પછી કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. જે હેઠળ થીમ ડ્રેસ સિવાય બીજું કંઈપણ પહેરવાની ભૂલ ન કરો. તેમજ ફોટોગ્રાફરના રસ્તામાં ન આવશો. આ સિવાય જેને જ્યાં બેસવાનું કહેવામાં આવ્યું છે, તેમણે ત્યાં જ બેસી જવું. દંપતીએ એમ પણ કહ્યું છે, કે જો કોઈને સંગીત પસંદ ન હોય તો તે ઉઠીને ઘરનો રસ્તો લઈ શકે છે. આ સિવાય બીજી પણ ઘણી શરતો છે, જેને વાંચીને મહેમાનોનું મગજ ચકરાવા લાગ્યું હતું.
આ પણ વાંચો : બ્રહ્માંડમાં જોવા મળ્યો 'ભગવાનનો હાથ'?, NASAની આ તસવીર જોઈને લોકો થયા આશ્ચર્યચકિત