ઈટલીમાં મૃતકોમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે, આ છે કારણ
નવી દિલ્હી, 21 માર્ચ 2020, શનિવાર
દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંથી એક છે ઈટલી. ઈટલીએ કોરોના વાયરસ મામલે ચીનને પણ પાછળ છોડી દીધું છે. તાજેતરના આંકડા અનુસાર કોરોનાના કારણે અહીં એક દિવસમાં 600થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે સંક્રમણના 5986 કેસ નોંધાયા છે. ઈટલીમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે છે.
નિષ્ણાંતોનું માનીએ તો મહિલાઓની અપેક્ષા પુરુષોને કોરોના વાયરસ થવાનું જોખમ એટલું જ વધારે જેટલું વૃદ્ધોમાં છે. આ પ્રકારના આંકડા ચીનમાં પણ જોવા મળ્યા હતા. ચીનમાં પણ મહિલાઓ કરતાં પુરુષોમાં મૃત્યુદર વધારે જોવા મળ્યો હતો. રોમના એક ઉચ્ચ સ્વાસ્થ્ય સંસ્થાન અનુસાર કોરોના વાયરસના 25,058 કેસમાં 5 ટકા મહિલાઓની સરખામણીમાં 8 ટકા પુરુષ દર્દીના મોત થયા છે.
વૈજ્ઞાનિક અને જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીની પ્રોફેસર સાબરા ક્લેનનું કહેવું છે કે પુરુષોમાં કોરોના વાયરસ વધુ થવાનું એક પેટર્ન જેવું છે. તેનું કારણ જૈવિક ભિન્નતા હોય શકે છે. એક સ્ટડી અનુસાર પુરુષોની સરખામણીમાં મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત હોય છે. સાથે જ પુરુષોમાં ધૂમ્રપાનનું વ્યસન અને હાથ ઓછા સાફ કરવાની આદત હોય છે.
કોરોના પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના ડોક્ટર ડેબોરા બીરક્સએ જણાવ્યું હતું કે ઈટલીમાં મરતા દરેક ઉમરના પુરુષોની સંખ્યા મહિલાઓની સરખામણીમાં બમણી હતી. ખાસ કરીને 50થી વધુની ઉંમરવાળા પુરુષો વધારે સંક્રમિત હતા. મહિલાઓમાં જે સેક્સ હોર્મોન એસ્ટ્રોજન હોય છે તે પણ ઈમ્યૂનિટી વધારે છે. એક્સ ક્રોમોસોમને પણ ઈમ્યૂનિટી જીન માનવામાં આવે છે. જે મહિલાઓમાં બે અને પુરુષોમાં માત્ર એક હોય છે.
આ ઉપરાંત અમેરિકામાં જોર્જટાઉન યૂનિવર્સિટીના નિદેશકનું કહેવું છે કે પુરુષોનું સ્વાસ્થ્ય અને વ્યવબાર આ મામલે મહત્વની ભૂમિકા ભજવે છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં નાની ઉંમરમાં જ હૃદય સંબંધી અને હાઈ બીપી જેવી બીમારીઓ હોય છે. જે કોઈપણ બીમારીની સંભાવના વધારી દે છે. સૌથી વધારે સ્મોકિંગ બીમારી થવાનું જોખમ વધારે છે. જે લોકોને સિગરેટ પીવાની આદત હોય છે તેમના ફેંફસા ઝડપથી નબળા પડી જાય છે અને કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.
ચીનમાં થયેલી એક શોધ અનુસા મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે થયું હતું. ચીનમાં એક મેડિકલજર્નલમાં પ્રકાશિત લેખ અનુસાર કોરોનાના 78 દર્દીઓમાં ધૂમ્રપાનની આદત જોવા મળી હતી. આ તમામને નિમોનિયા થઈ ગયો હતો. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આપણા શરીરમાં પાતળી સિલિયા હોય છે જે ફેફસાને વિષાક્ત કરતા પદાર્થ અને કફ કાઢવામાં મદદ કરે છે. ધૂમ્રપાન આ સિલિયાને નુકસાન કરે છે.