અનિયમિત માસિકના કારણે વધેલા વજનને આ રીતે કરી શકાય છે કંટ્રોલ
નવી દિલ્હી, 9 સપ્ટેમ્બર 2019, સોમવાર
મહિલાઓ માટે દર મહિને માસિક આવવું તે નેચરલ પ્રોસેસ છે. તેનાથી શરીરમાં એકઠું થયેલું ગંદુ રક્ત બહાર નીકળી જાય છે. પરંતુ જો માસિક અનિયમિત હોય તો તે મોટી સમસ્યા બની જાય છે. ખરાબ અને અનિયમિત માસિકના કારણે પેટમાં દુખાવો, બ્રેસ્ટમાં દુખાવો, હાથ, પગ અને કમરમાં દુખાવો, થાક, કબજિયાત જેવી તકલીફો સાથે વજન વધવાની સમસ્યા પણ થાય છે.
સામાન્ય રીતે મહિલાઓને 21 દિવસ પછી માસિક આવે છે. એકવાર માસિક મોડું થાય તો કોઈ ગંભીર સમસ્યા નથી પરંતુ વારંવાર આવું થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છએ. સ્થૂળતા ઉપરાંત અનિયમિત માસિકના કારણે અન્ય ગંભીર સમસ્યા પણ થાય છે.
અનિયમિત માસિકના કારણે જો વજન વધતું હોય તો લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ફેરફાર કરી અને વજન ઘટાડી શકાય છે. આ ટીપ્સ કઈ કઈ છે જાણી લો.
1. કાર્બોહાઈડ્રેટ્સની અસર ઈંસુલિન પર થાય છે. જો ડાયટમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે હોય તો એનર્જીમાં તે પરિવર્તિત થશે નહીં. તેનાથી વજન વધવા લાગે છે. તેવામાં કાર્બ્સ જેમકે દૂધ, બ્રેડ, બટેટા, સોડા અને મીઠી વસ્તુઓનું સેવન ટાળવું.
2. વધતા વજનને કાબૂમાં લેવા ફાયબર ફૂડ્સનું પ્રમાણ વધારો. તેનાથી શુગર સરળતાથી એનર્જીમાં પરિવર્તીત થઈ જશે અને વેટ લોસ થવામાં મદદ મળશે. તેના માટે કેળા, સંતરા, સફરજન, દાળનું સેવન કરી શકાય છે.
3. પ્રોટીન ખાવાથી બ્લડ શુગર કાબૂમાં રહે છે અને પેટ પણ ભરેલું રહે છે. સાથે જ જંક ફૂડ ખાવાની ઈચ્છા થતી નથી. પ્રોટીન માટે ઈંડા, દૂધ, મીટ, સીફૂડ લઈ શકાય,
4. ડાયટમાં હેલ્ધી ફેટનો સમાવેશ કરો. આ ફેટ વજન ઘટાડવામાં મદદ કરશે. તેના માટે બદામ, નટ્સ, ઓલિવ ઓઈલ, ડાર્ક ચોકલેટ ખાઈ શકાય છે.
5. એક કપ પાણીમાં 1 ચમચી ધાણાના બી અને તજનો પાવડર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય. ત્યારબાદ અડધી ચમચી ખાંડ ઉમેરી દિવસમાં 2 વાર તેનું સેવન કરો. તેનાથી માસિક નિયમિત થશે અને વજન પણ ઘટશે.
તાણ દૂર કરો
માસિક સમયે તાણ રહે છે. તેનાથી પણ વજન વધવા લાગે છે. તાણથી સ્ટ્રેસ હોર્મોનનું સ્તર વધી જાય છે. તેનાથી વજન વધે છે. તેથી મેડિટેશન કે અને યોગ કરી તાણ ઘટાડો.
વેટ ટ્રેનિંગ
વધેલા વજનને ઘટાડવા માટે કસરત કરવી સૌથી વધારે જરૂરી છે. તેના માટે રોજ કાર્ડિયો, વેટ ટ્રેનિંગ કરવી. તેનાથી વજન કંટ્રોલ થશે.