શિયાળામાં બાળકો માટેના કપડા ખરીદતી વખતે તેમના કમ્ફર્ટનું ધ્યાન રાખો
- એવા કપડાની પસંદગી કરો જે ઠંડીથી બચાવવાની સાથે સ્ટાઇલિશ લુક પણ આપે
નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2017, સોમવાર
શિયાળાનું આગમન થઇ ચૂક્યુ છે. એવામાં જરૂરી છે કે તમે બાળકોનું ખાસ ધ્યાન રાખો. તેમના માટે એવા કપડાની પસંદગી કરો જેથી તેમને ઠંડી પણ ન લાગે અને તેઓ સ્ટાઇલિશ પણ દેખાય.
બાળકોને વધારે ભારે-ભરખમ કપડા ન પહેરાવશો. તેમના માટે શિયાળાનો મતલબ માત્ર શરીરને ગરમ રાખવાનો નથી. બાળકોને વધારે કપડા પહેરાવવાથી તેઓ મેદાનમાં વધારે ઉછળ-કૂદ કરી શકશે નહીં. જો બાળક જાતે યોગ્ય રીતે પોતાના કપડા પસંદ કરે છે તો તેમને કરવા દો.
.jpg)
શિયાળામાં તમે અલગ-અલગ રંગોના કપડા પસંદ કરી શકો છો. તમે તમારા બાળક માટે પીળા, ભૂરા, લીલા, નારંગી અને બીજા કેટલાય રંગના કપડા પસંદ કરી શકો છો.
બાળકો માટે મુલાયમ અને નરમ કપડા ખરીદો. ઉનનાં, ફર, નાયલૉનના કપડા તમે ખરીદી શકો છો.