ઘરમાં રહેલા માર્બલના મંદિરને આ 5 રીતે કરો સાફ, ઝડપથી ચમકી જશે
Image Source: Freepik
અમદાવાદ, તા. 11 ઓગસ્ટ 2023 શુક્રવાર
માર્બલનું મંદિર ઘણા ઘરોમાં હોય છે, જ્યાં દરરોજ દીવો પ્રગટાવવાના કારણે ઘણી વખત તેલ-ઘી ના દાગ પણ લાગી જતા હોય છે. તો ઘણી વખત અગરબત્તીના ધૂમાડાના કારણે મંદિરમાં કાળાશ પણ જોવા મળે છે. જેને સ્વચ્છ કરવુ મુશ્કેલભર્યુ હોય છે. કેટલીક ઘરેલુ સરળ રીતોની મદદથી તમે માર્બલના મંદિરને મિનિટોમાં ચમકાવી શકો છે.
કોર્ન ફ્લોર
માર્બલના મંદિરમાં લાગેલા તેલ-ઘી ના દાગને સ્વચ્છ કરવા માટે થોડો કોર્ન ફ્લોર આ સ્થળે નાખીને પાંચ મિનિટ માટે છોડી દો. જે બાદ જ્યારે કોર્ન ફ્લોર ઓઈલને એબ્જોર્બ કરી લે, ત્યારે આને કપડાથી રગડીને સ્વચ્છ કરી દો. આનાથી તેલ-ઘીના દાગ મિનિટોમાં સ્વચ્છ થઈ જશે. જો તમારી પાસે કોર્ન ફ્લોર ઉપલબ્ધ નથી તો તમે આની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરી શકે છે.
બેકિંગ સોડા અને લીંબુ
મંદિરને સ્વચ્છ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે અડધા લિટર પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને એક લીંબુનો રસ મિક્સ કરી લો. પછી આ મિશ્રણમાં એક ચમચી ડિશ વોશિંગ લિક્વિડ પણ એડ કરો અને મિશ્રણ કરી દો પછી એક સોફ્ટ સ્પંજમાં લો અને આ મિશ્રણમાં ડૂબોડીને આનાથી મંદિરને સ્વચ્છ કરો. આનાથી મંદિરમાં લાગેલા દાગ અને ધૂમાડાના નિશાન મિનિટોમાં ગાયબ થઈ જશે.
સફેદ વિનેગર
માર્બલના મંદિરને ચમકાવવા માટે તમે વિનેગર અને લીંબુના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે એક લિટર પાણીમાં એક કપ સફેદ વિનેગર મિક્સ કરો અને તેમાં એક લીંબુનો રસ નિચોડીને તૈયાર કરી લો. પછી આ મિશ્રણને કોઈ સોફ્ટ કપડુ કે પછી સ્પંજની મદદથી મંદિરમાં અપ્લાય કરો અને દસ મિનિટ માટે છોડી દો. પછી આને સૂકા કપડાથી રગડીને સાફ કરી દો. આનાથી મંદિર ચપટીમાં ચમકી જશે.
હાઈડ્રોજન પેરોક્સાઈડ
માર્બલ ટેમ્પલને ક્લીન કરવા માટે હાઈડ્રોજન પેરોક્સાઈડની મદદ પણ લઈ શકાય છે. આ માટે તમે કોઈ કપડાને હાઈડ્રોજન પેરોક્સાઈડમાં ડિપ કરી લો. પછી આ કપડાથી મંદિરને સાફ કરો. આનાથી મંદિર થોડી જ મિનિટોમાં સ્વચ્છ થઈ જશે. આ દરમિયાન હાથમાં ગ્લવ્ઝ પહેરો.
ગરમ પાણી અને ડિશ વોશ
મંદિરને સાફ કરવા માટે જો તમે કોઈ અન્ય વસ્તુની મદદ લેવા માંગતા નથી તો તમે ગરમ પાણી અને ડિશ વોશનું મિશ્રણ બનાવીને ઉપયોગ કરી શકો છો. આ માટે એક મગ ગરમ પાણીમાં એક ચમચી ડિશ વોશ મિક્સ કરી લો. પછી આ મિશ્રણમાં કપડુ પલાળીને મંદિરને આનાથી ક્લીન કરો. આ પ્રકારે પણ માર્બલનું મંદિર સરળતાથી સ્વચ્છ થઈ જાય છે.